સાબરડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ રૂપિયા વધારો કર્યોભાવ વધારો કરતા ૮૩૦ના બદલે હવે ૮૪૦ રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે
દિવાળીના તહેવારને લઈને પશુપાલકોને સાબરડેરીએ રૂપિયા ૧૦નો ભાવ વધારો જાહેર કરીને ભેટ આપી છે. જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩ લાખ પશુપાલકોને એક મહિનામાં રૂ ૪ કરોડ વધુ ચૂકવવા પડશે. સાબરડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ૧૧ નવેમ્બરથી અમલમાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ના નિયામક મંડળ દ્વારા આજે પશુપાલકોના હિતમાં ર્નિણય લીધો છે. દિવાળીના તહેવાર પહેલા જ પશુપાલકોને ફાયદો થાય તે માટે સાબરડેરી દ્વારા ખરીદ દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ રૂપિયા નો ભાવ વધારો કરવામાં આવે છે.
સાબરડેરી દ્વારા ૮૩૦ પ્રતિ કિલો ફેટે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા. જેની સામે દસ રૂપિયા ભાવ વધારો કરતા ૮૪૦ રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે. સાબરડેરી દ્વારા જાન્યુઆરી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ચાર વખત ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થી અંદાજિત ૨૮ લાખ લિટર દૈનિક દૂધ સંપાદન કરવામાં આવે છે જાેકે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ સાબરડેરી દ્વારા દૂધ ખરીદવામાં આવતું હોય છે તે તમામ દૂધ ૪૫ લાખ લિટર થાય છે. એટલે કે સાબરડેરી દ્વારા કુલ દૈનિક ૪૫ લાખ લિટર દૂધ સંપાદિત કરવામાં આવતું હોય છે. સાબરડેરી નવો ભાવ અમલમાં આવ્યા બાદ સાબર ડેરી ૪ કરોડ રૂપિયા જેટલા રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવશે આગામી સમયમાં પણ દૂધની ક્ષમતાને ધ્યાને લઈ ભાવ વધારો કરવામાં આવશે.
Recent Comments