અરવલ્લી જિલ્લામાં આવેલ મોડાસા શહેરમાં પશુપાલકોએ એક અસંતોષ દર્શાવતી રેલી નિકાળી હતી. પશુપાલકો મોડાસા શહેરના સહયોગ ચોકડીથી ક્લેક્ટર કચેરી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને અટકાવીને લાઉડ સ્પીકર બંધ કરાવી દીધા હતા. પશુપાલકો દ્વારા ક્લેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવનાર હતી. સાબરડેરીની સામાન્ય ચૂંટણી બાદ ચેરમેનની ચૂંટણી યોજાઈ નથી. જેને લઈ ભાવફેર સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે ભાવફેર વચગાળાનો જાહેર કરવામાં આવ્યો છે. આમ સામાન્ય સભા બાદ સંપૂર્ણ ભાવફેર જાહેર કરવામાં આવનાર હોવાનું મનાઈ રહ્યું છે. આમ સહકારી અને સાબરડેરીના રાજકારણને ગરમ કરવા માટે કેટલાક આગેવાનોને મુદ્દો મળી ગયો હોય એમ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે માહોલ ગરમ થઈ રહ્યો છે.
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી પશુપાલકો દ્વારા રેલી નીકાળીને કલેકટરને આવેદન આપવા જતાં અટકાવાયા




















Recent Comments