સાબરડેરીમાં વડાપ્રધાન મોદીએ બે પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
સાબરડેરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે પ્લાન્ટનું લોકાર્પણ અને ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ હિંમતનગરના ગઢોડામાં સહકારથી સમૃદ્ધિમાં પશુપાલક મહિલાઓને સંબોધન કર્યું હતું અને હિન્દીથી શરુઆત બાદ ગુજરાતીમાં શરૂઆત યાદોથી કરી હતી અને સંગઠન સમયમાં કામ કરતા સાથીદારોને નામો લઈને યાદ કર્યા હતા. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ના થયું હોય, અને સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું….બસ સ્ટેશન પર ઉભા હોઈએ…અને ગુજરાતી લહેકા સાથે ખેડ..ખેડ…ખેડ…ખેડ…વડાલી…વડાલી …વડાલી…ઇડર..વડાલી…ખેડ..ભિલોડા..હેડો…હેડો…હેડો… આવુ કહેતા જ તમામને ખડખડાટ હસતા કરી દીધા હતા.
આજે પણ સાબરકાંઠામાં આવું ત્યારે એ અવાજ કાનમાં ગુંજતો હોય છે. તો સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના જુના સાથીદારો કે જેમના સાથે સંગઠનમાં કામ કર્યું હતું તેમના નામો લઈને તેમને યાદ કર્યા હતા અને એ પણ ગુજરાતીમાં હસતા હસતા. આય મારા અનેક સાથી સહયોગો.અહી આવું એટલે બધાની યાદ પણ આવે કમનસીબે કેટલાક સાથીઓ આપણને છોડીને પરમાત્માને પ્યારા થઇ ગયા. અમારા શ્રીરામ સાંખલાનું નામ યાદ આવે, અમારા જયેન્દ્રસિંહભાઈ રાઠોડ, અમારા એસ.એમ.ખાંટ, અમારા ધીમંત પટેલ, અમારા ગજાનંદભાઈ પ્રજાપતિ, અમારા વિનોદ..ફલજીભાઇનો કેટ કેટલાય જુના સાથીઓ અને આજે પણ અનેક લોકોના ચહેરા મારી સામે તરવરી રહ્યા છે.
મારા વાલજીભાઈ હોય મારા પ્રવીણસિંહ દેવડા હોય….નાનો..બટકો…પણ દોડે બહુ. મારા અનેક સાથીઓ, મારા મોડાસાના રાજાભાઈની યાદ આવે, અનેક લોકોની યાદ અનેક સગર પરિવારો એમની જાેડે મારો ભેડો નાતો. બહુ સન્માનીય નામ અમારા ડાહ્યાભાઈ ભટ્ટ મારા મુળજીભાઈ પરમાર એવા અનેક વડીલો સાથીઓ, અનેકોની વચ્ચે કામ કર્યું અમારા રમણીકભાઈ હોય કે અમારા તેમના અનેક વાર ઇડર આવું એટલે જઈએ અને અનેક પરિવારો સાથે મળવાનું થાય પણ હવે તમે બધાએ એવી બધી જવાબદારી આપી કે જુના દિવસો યાદ કરીને આનંદ લેવાનો હોય છે.
Recent Comments