ગુજરાત

સાબરમતિ નદી પરના આકર્ષક ફૂટ ઓવરબ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થશે

અમદાવાદ શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે ૭૫ કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટ ઓવરબ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં તેનું લોકાર્પણ કરવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ ૩૦૦ મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ ૨૦૧૯ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં આગામી ડિસેમ્બર માસ પહેલાં બાંધકામ પૂરું કરી દેવામાં આવશે અને એ સાથે જ ડિસેમ્બરમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે.

Related Posts