:
અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને હાઈકોર્ટે સૂચન કર્યું છે કે. ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં ઠાલવતી ઇન્ડસ્ટ્રીનો ડેટા તાત્કાલિક ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. આવા એકમો અને કર્તાહર્તાઓ અને તેમના પરિવારજનોના નામ પ્રજાજાેગ જાહેર કરવામાં આવે. જેથી લોકોને પણ ખબર પડે કે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોણ છે?અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. નદીનું પાણી ચોખ્ખું રહે એટલા માટે તંત્ર દ્વારા નદીની અંદર મૂર્તિનું વિસર્જન કરવા દેવામાં આવતું નથી. તો બીજી તરફ અમદાવાદની સાબરમતી નદીમાં થયેલા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવીને અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખાસ સુચના આપી છે. સાબરમતી નદીનાં પ્રદૂષણને લઇને થયેલી સુઓમોટો અરજીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી.
તેમણે સુનાવણી દરમિયાન ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં છોડવા માટે ઓથોરિટી તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ એવી પણ ટકોર કરવામાં આવી હતી ૧૯૪૮માં સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી સીધું લઈને પી શકાતું હતું પરંતુ આજે ૨૦૨૧માં એવી પરિસ્થિતિ છે? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, સાબરમતીનું પ્રદૂષિત પાણી સિંચાઈ માટે પણ વપરાય રહ્યું છે. જેથી કોર્ટે નારાજગી વ્યક્ત કરતા એવું પણ જણાવ્યું હતું કે, સાબરમતી નદીનું પાણી ત્રણ જેટલા ગામમાં સિંચાઈ માટે જતું હોવાથી નિરોલી પીયત સહકારી મંડળીને સાબરમતીનું પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે ન વાપરવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાબરમતી નદીનાં પ્રદૂષણને લઇને અગાઉ એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ સાબરમતીના પ્રદૂષણ અંગે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, વાસણાથી લઈને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષિત છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ તરફનો હિસ્સો પણ પ્રદર્શિત થઇ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
Recent Comments