fbpx
ગુજરાત

સાબર ડેરીએ દૂધના ભાવમાં ફેટમાં કિલોએ 10 રૂપિયાનો કર્યો વધારો, 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો

દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતન કરી દૂધ ઉત્પાદકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દૈનિક 30 લાખથી પણ વધુ દૂધ સંપાદન થતું હોવા છતાં પશુપાલન વ્યવસાય અર્થક્ષમ બને અને દૂધ ઉત્પાદકોને નિયમિત આવક મળી રહે સાથે સાથે દુધ વ્યવસાયમાં વધુ વળતર મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધના ઉંચા પોષણક્ષમ ભાવો આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજના મોંઘવારીના જમાનામાં રોજીંદા જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ ઉત્તરોત્તર વધી રહયા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યો ધ્વારા દૂધ ઉત્પાદકોના વ્યાપક હીતને ધ્યાનમાં લઈ દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાના હેતુથી માર્ચ -૨૦૨૨ થી ત્રીજી વખત તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજથી અમલમાં આવે તે રીતે દુધના ભાવમાં ફરીથી વધારો કરવાનું જાહેર કરેલ છે અને માર્ચ -૨૦૨૨ થી કુલ ૩૦ રૂપિયાનો વધારો સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

તા. ૧૧/૦૫/૨૦૨૨ ના રોજથી અમલમાં આવે તે રીતે જાહેર કરેલ નવા ભાવ મુજબ દુધ ઉત્પાદકોને ભેંસના દુધના ભાવમાં કિલો ફેટે રૂા. ૧૦ નો અને ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટમાં રૂપિયા ૬.૯૦ નો વધારો થવા પામેલ છે. નવા જાહેર કરેલ ભાવો મુજબ ભેંસના દુધનો કિલો ફેટે ભાવ રૂા. ૭૪૦ અને ગાયના દુધના સમતુલ્ય કિલો ફેટનો ભાવ ૫,૩૨૦/૫૦ પ્રમાણે ચુકવવામાં આવશે જેના કારણે દુધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાયમાં ચોક્કસ આર્થિક મદદ ઉપલબ્ધ થશે. સાબરડેરી ધ્વારા દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને તમામ દૂધ ઉત્પાદકોએ હર્ષ થી વધાવી લઈ ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો.

Follow Me:

Related Posts