સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના સામાજિક કાર્યકર ચિરાગભાઈ વિનુભાઈ હીરપરા દ્વારા મુખ્યમંત્રી મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા સાવરકુંડલા શહેરની ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઇ ને સરકારશ્રી દ્વારા સાવરકુંડલા શહેર માટે થોડા સમય પહેલા નવો બાયપાસ રોડ ખુલ્લો મુકવામાં આવેલ છે. એ સંદર્ભે બાયપાસ પર ક્રોસ થતા સ્ટેટ રોડ પર નાના મોટા અકસ્માતો બને છે તો આ અકસ્માતો નિવારવા બાયપાસ પર ક્રોસ થતા સ્ટેટ રોડ પર વાહનોની સ્પીડ લિમિટ કરવા માટે સર્કલની જરૂર હોય તો સર્કલ બનાવતાં અકસ્માતો નિવારણ તેમજ ટ્રાફીક સમસ્યાનું પણ નિવારણ આવી શકે તેમ છે તેમજ સર્કલ બનતા શહેરની શોભામાં પણ અભિવૃદ્ધિ થશે આ અંગે તેમના આ સુચનને ધ્યાને લઇ વહેલી તકે યોગ્ય નમ્ર વિનંતી કરતો પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલ છે જેની નકલ સાવરકુંડલા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને પણ રવાના કરેલ છે.
સામાજિક કાર્યકર ચિરાગભાઈ એ સાવરકુંડલા શહેરના નવનિર્મિત બાયપાસ પર થતાં સ્ટેટના રોડ પર સર્કલો બનાવવા અંગે ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી

Recent Comments