અમરેલી

સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો સંપન્ન

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને હાથોહાથ લાભ મળે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના સામજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના ખેડૂત તાલીમ ભવન ખાતે ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ સંપન્ન થયો. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૫૨૨ પુરુષો અને ૧,૮૪૦ મહિલાઓ સહિત ૨,૩૬૨ લાભાર્થીઓને  રુ.૮,૬૮,૩૦,૩૯૯ કરોડની સહાય-સાધનો મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી અને ગરીબ કલ્યાણ મેળા શરુ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીને સીધેસીધો લાભ મળે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસન વાળી ડબલ એન્જિન સરકારમાં ગરીબ વ્યક્તિ સરળતાથી આજીવિકા મેળવી શકે અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. 

ડબલ એન્જિન સરકારમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને હાથોહાથ ૧૦૦ ટકા લાભો મળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનો નાગરિક આત્મનિર્ભર બને, દેશ આત્મનિર્ભર બને તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.  મંત્રીશ્રી પરમારે રાજ્ય સરકારના દૂરંદેશી નિર્ણયોને કારણે શરુ થયેલી આરોગ્ય અને અન્ય યોજનાઓ અને તેનાથી નાગરિકોને થયેલા લાભો વિશે વિગતે વાત કરી હતી. મંત્રીશ્રી પરમારે વધુમાં કહ્યુ કે, રાજ્યની સંવેદનશીલ સરકારે સરકારી કર્મચારી પતિ-પત્નીને એક જ જિલ્લામાં નોકરી માટે વ્યવસ્થા કરી છે. આ સાથે મંત્રીશ્રીએ આયુષ્યમાન ભારત યોજના, મુદ્રા યોજના, પીએમ-કેર, અટલ પેન્શન યોજના, મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના, કોવિડ વેક્સિનેશન સહિતની યોજનાઓ અને સરકારશ્રીના નાગરિકોના કલ્યાણલક્ષી કાર્યો જણાવ્યા હતા.

કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ તેમના પ્રેરક ઉદ્દબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃતવમાં ચાલી રહેલી વિકાસયાત્રાની માહિતી આપી હતી.  કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિપૂલભાઈ દુધાતનગરપાલિકા પ્રમુખ શ્રીમતી  મનિષાબેન રામાણીજિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણીજિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને જિલ્લા પંચાયતતાલુકા પંચાયતનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts