અમરેલી

સામાન્ય બજેટ ર૦રર/ર૩ આત્મનિભૅર ભારતનું મજબૂત બજેટ છે – સાંસદ નારણભાઈ કાછડીયા

બજેટને આવકારી સાંસદશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણનો આભાર વ્યકત કયોૅં.

આજ રોજ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સામાન્ય બજેટ ર૦રર–ર૩ ને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને દેશની વિકાસયાત્રા અવિરત ચાલતી રહે તે માટે આત્મનિભૅર ભારતની દિશામાં મજબૂત બજેટ બદલ સાંસદશ્રીએ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે. 
સાંસદશ્રીએ બજેટ અંગે વાત કરતા જણાવેલ છે કે, વષૅ ર૦રર/ર૩ ના બજેટમાં ડીઝીટલ ઈકોનોમી ઉપર ફોકસની સાથે સાથે કેન્દ્ર સરકારે ખેડૂતો, રોજગાર, શિક્ષણ, રક્ષા, માળખાનું મજબૂતીકરણ, ગરીબોને ઘરનું ઘર, પીવાનું પાણી, પ્રાક’તિક ખેતીને પ્રોત્સાહન, ડીઝીટલ ક્ષેત્ર વિકાસ, કરદાતાઓ, કમૅચારીઓનો વિકાસ, સ્ત્રી સશકિતકરણ અને ડીઝીટલ ભારત એમ સવૉંગી બાબતોને પણ આવરી લેવામાં આવેલ છે. સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સામાન્ય બજેટના નીચે મુજબના મુખ્ય અંશો અંગે લોકોનું ધ્યાન દોરેલ છે.

• આત્મનિભૅર ભારત અંતગૅત ૧૬ લાખ નોકરીઓ આપવામાં આવશે
• મેક ઈન ઈન્ડિયા અંતગૅત ૬૦ લાખ નોકરીઓ આપવામાં આવશે
• વન સ્ટેશન, વન પ્રોડકટનો કન્સેપ્ટ રજૂ કરાશે
• ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા. ર૦ હજાર કરોડ ખચૉશે
• ૬૦ કિ.મી. લાંબા ૮ રોપ–વે બનાવવામાં આવશે
• ૧૦૦ ગતિશકિત કાગોૅ ટમિૅનલ બનાવવામાં આવશે
• ર૦ હજાર કરોડના ખચેૅ રપ હજાર કિ.મી. નેશનલ હાઈવેનો વિસ્તાર કરવામાં આવશે
• ૩ વષૅમાં ૪૦૦ નવી વંદેમાતરમ ટ્રેન બનાવવામાં આવશે
• ડીઝીટલ યુનિવસીૅટી બનાવવામાં આવશે
• ક’ષિ યુનિવસીૅટીનો વિકાસ કરાશે.
• બે લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરાશે
• રવિ ર૦ર૧–રર માં ૧૬૩ લાખ ખેડૂતો પાસેથી ૧ર૦૮ મે. ટન ઘઉ અને ધાન્ય ખરીદવામાં આવશે
• ખેડૂતોનુ એમ.એસ.પી. માટે રૂા. ર.૭ લાખ કરોડની જોગવાઈ કરાઈ
• વષૅ ર૦રર–ર૩ માં પી.એમ. આવાસ યોજના હેઠલ ૮૦ લાખ ઘર બનાવવામાં આવશે. આ માટે ૪૮ હજાર કરોડનું આવંટન કરવામાં આવ્યુ
• ૬ર લાખ લોકોને પીવાનું પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક
• દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કોમ્યુનીકેશન વધારાશે
• ર૦રર માં પજી સેવા શરૂ કરાશે
• ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સુવિધાઓ આપવા માટે પીપીપી મોડલમાં યોજનાની કરાશે શરૂઆત
• ઝીરો બજેટ ખેતી અને પ્રાક’તિક ખેતી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે
• નેટ બેકીંગ થી બેંક અને પોસ્ટ ઓફીસને જોડવામાં આવશે
• ચીપ ધરાવતા પાસપોટૅ જારી કરાશે
• એક દેશ, એક રજીસ્ટ્રેશન યોજનાને લાગૂ કરાશે
• બ્લોકચેન દ્વારા રીઝવૅ બેંક ડિજિટલ કરન્સી લાગુ કરશે
• રાજય સરકારના કમૅચારીઓ ૧૪ ટકા સુધી નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકશે
• દિવ્યાંગોને ટેકસ માંથી મુકિત અપાઈ
• કમૅચારીઓના પેંશન ઉપર ટેકસ નહી લાગે
• સ્ટાટૅઅપને માચૅ–ર૦ર૩ સુધી ટેકસમાં રાહત
• કોપોૅરેટ ટેકસ ૧૮ ટકા થી ઘટાડી ૧પ ટકા કરાયોકટ અને પોલીશ્ડ હીરા તેમજ જેમ્સ પર કસ્ટમ ડયૂટી ઘટાડીને પ ટકા કરવાથી રાજયના હિરા ઉદ્યોગને વધુ ફાયદો થશે
• કલીન એનજીૅ ઉપર વધુ પ્રાધાન્ય આપવામાં આવશે
• કરદાતાઓ દંડ ભરી પાછલા બે વષૅ સુધીમાં આઈ.ટી. રીટનૅ અપડેટ કરી શકશે

અંતે ફરી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સવૉંગી ડીઝીટલ બજેટ બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતી નિમૅલા સીતારમણનો આભાર વ્યકત કરેલ છે.

Related Posts