fbpx
ભાવનગર

સામૂહિક આરોગ્ય કેન્દ્રની કોરોનાની કીટ તેમજ નિયમિત ફોન કોલથી સલાહ-સૂચન દ્વારા ભાવનગરના મિત્તલબેને દસ દિવસમાં કોરોનાને હરાવ્યો

આજે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે ગુજરાતનો જન્મદિવસ છે…ગુજરાતની સ્થાપના મૂકસેવક એવાં રવિશંકર મહારાજના હાથે થઈ હતી. જેમના નામની આગળ જ સેવા શબ્દ સંકળાયેલો છે… એવા વ્યક્તિના હાથે થયેલાં રાજ્ય… ગુજરાતે તેમના સેવાના સંસ્કારો આજે પણ જાળવી રાખ્યા છે…. ન માત્ર જાળવી રાખ્યાં છે પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં તે ઘસાઈને વધુ ઉજળાં થઈને બહાર આવ્યાં છે…

કોરોનાની બીમારી વિકરાળ સ્વરૂપ બનીને આજે આપણી સામે ઉભી છે. તેવા સમયે આરોગ્ય અને તેને સંલગ્ન સેવાઓ રાજ્યના ખૂણે-ખૂણે સુધી પહોંચાડીને રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને કોરોનાની ગંભીર બીમારીમાંથી બહાર લાવવા માટે અહર્નિશ સેવાભાવથી કાર્ય કરી રહી છે.

આરોગ્ય સેવા ભાવના, કર્તવ્યપરાયણતા અને સમર્પિતના ત્રિવિધ ભાવથી કાર્ય કરીને કોરોનાની મહામારીથી ડૂબતી અનેક જિંદગીઓને બચાવીને ગુજરાત રાજ્ય પ્રતિદિન પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી રહ્યું છે.

રાજ્યની સિવિલ હોસ્પિટલ, કોરોના સેન્ટ્રરો, કોવિડ કેર સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ તમામે તમામ જગ્યાઓ પર કોરોનાની આ મહામારીના સમયમાં લોકોની રાત- દિવસ જોયાં વગર સેવા-સુશ્રુષા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારના આ સંવેદનશીલ અભિગમને કારણે જ રાજ્યના લાખો નાગરિકો કોરોનાની આ ગંભીર બિમારીમાંથી પોતાની જાતને બચાવીને કોરોનાને મ્હાત આપવવામાં સફળ રહ્યા છે.

ભાવનગરના આવા જ એક દર્દી મિત્તલબેન શૈલેષભાઈ દવે ભાવનગરના જ્વેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ કોરોના કીટ, સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી સલાહ તેમજ ડોક્ટરો દ્વારા દિવસમાં ત્રણ વખત તેમની તબિયતની પૂછપરછ સાથે જરૂરી આરોગ્ય સલાહના સથવારે ૧૦ જ દિવસમાં જ કોરોનાને હરાવવામાં સફળ થયા છે.

મિત્તલબેન કે જેઓ કોળિયાદ પાસેના ધોળીવાવની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓને શરીરમાં નબળાઈ જણાતાં તા. ૨૧ એપ્રિલના રોજ ધન્વંતરી આરોગ્ય રથમાં કોરોના અંગેનું ટેસ્ટિંગ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.

કોરોના પોઝિટિવ આવ્યાં બાદ રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવેલ ટ્રેસિંગને લઈને જ્વેલ સર્કલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી કોરોનાની સારવાર માટેની આરોગ્ય કીટ આપવામાં આવી હતી.

શ્રી મિત્તલબેને કહ્યું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રની સલાહ ઉપરાંત ઘરે પણ ઉકાળા અને અન્ય સારવાર શરૂ કરી હતી.
જેને લીધે મારી તબિયત ઝડપથી પૂર્વવત થવા લાગી હતી.

મિત્તલબેના પતિ શ્રી શૈલેષભાઈ દવેએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું કે, તે રીતે આરોગ્ય કર્મચારીઓ રાત-દિવસ દિલથી કાર્ય કરી રહ્યા છે. તેઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

આરોગ્ય સેવાઓથી અભિભૂત થયેલા શ્રી શૈલેષભાઈએ આરોગ્ય વિભાગના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફને સંબોધીને પત્ર લખી પોતાના હ્રદયની ઉર્મીઓ વ્યક્ત કરતાં લખ્યું છે કે, કોરોનાની મહામારીના આ સમયગાળામાં પોતાના સ્વજનો પણ ફોન કરતાં નથી તેવાં સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી દરરોજ પોતાના સગાં હોય તેટલી કાળજી લઇ દિવસમાં ત્રણ વખત ફોન કરવામાં આવતો હતો.

શ્રી શૈલેષભાઈ દવે કે જેઓ પોતે પણ એક શિક્ષક છે તે જણાવે છે કે, કોરોનાની રાજ્યમાં અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે. છતાં, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગ પોતાને શું થઈ રહ્યું છે?? તબિયત કેવી છે ??? તે પૂછીને તે પ્રમાણે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સલાહ આપતાં હતા. આ ઉપરાંત તમને જલદી સારું થઈ જશે એવો દિલાસો આપતાં હતાં.

તદુપરાંત જો કોઈ સંજોગોમાં તબિયત બગડે અથવા તમને કંઈક જણાતું હોય તો ધન્વંતરી આરોગ્ય રથ લઈને તાત્કાલિક તમારા ઘરે આવીએ…. તેઓ ભરોસો તેઓ આપતાં હતાં.

આ બધી સગવડ અને દિલાસો તેમજ તેઓની સ્વજન જેવી કાળજીને લીધે જ મારી પત્ની ઝડપથી કોરોનાની બીમારીમાંથી સાજી થઈ શકી છે. આ માટે આરોગ્ય કર્મીઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તેમ તેમણે પત્રમાં જણાવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી સુદ્રઢ અને સુચારુ વ્યવસ્થાને પગલે તેમજ ડોક્ટર અને સ્ટાફ દ્વારા પૂછવામાં આવતા તબિયતના સમાચાર, ઝીણવટપૂર્વકની તમામ કાળજી,ગમે ત્યારે જરૂર હોય તો અમારો સંપર્ક કરવાનું કહે, તેમજ તમને ઝડપથી સારું થઈ જશે…તેવાં ભરોસાને કારણે જ મારી પત્ની કોરોનામાંથી ઝડપથી બહાર આવી શકી છે તેમ તેમણે આર્દ્રસ્વરે જણાવ્યું હતું.

તેઓ વધુમાં ઉમેરે છે કે, તમને જે કોઈ પ્રશ્ન હોય તેની ઊંડાણપૂર્વકની સમજ અને ગમે ત્યારે મદદ માટેની તૈયારી બતાવીને ખૂબ શાંતિથી આપણને સાંભળે ત્યારે એક દર્દી તરીકે તેમજ તેના નિકટના સ્વજન તરીકે ખૂબ જ શાતા અને શાંતિ મળે છે.

અત્યારે ભાવનગરમાં જ્યાં તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાય છે, રેપિડ કીટ રોજ ખાલી થાય તેટલાં ટેસ્ટિંગ થાય છે. તેવા સંજોગોમાં ભાવનગરના કોવિડ કેર સેન્ટરના આરોગ્ય કર્મચારીના ફોનથી ગભરામણ ઓછી થાય છે….ભરોસો આવે છે કે કંઈ વાંધો નહીં અને જો કોઈ તકલીફ થશે તો આપણી સાથે આરોગ્ય વિભાગ છે.

શ્રી શૈલેષભાઈએ જણાવ્યું કે, આજે આપણે આપણાં સ્વજન અને સગાવ્હાલાને પણ રોજ ફોન નથી કરી શકતાં ત્યારે કોવિડ કેરમાં સેવા આપતાં કર્મચારીઓ ભાવનગરના તમામ પોઝિટિવ નાગરિકને વારંવાર ફોન કરીને તેનાં સમાચાર પૂછીને મદદ માટેની તૈયારી બતાવે છે તે બદલ આ આરોગ્ય કર્મચારીઓનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આરોગ્ય કર્મચારીઓ સાથે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારની સેવા અને સમર્પિતતાને સો સો સલામ…

Follow Me:

Related Posts