બોલિવૂડ

સાયકોલોજીકલ થ્રીલર છે અસુર-૨

અસુર સીરીઝનો સૌથી પ્રચલિત ડાયલોગ “લગાવ હી પીડા હૈ, કરુણા હી ક્રુરતા હૈ, ઔર અંત હી પ્રારંભ” દર્શકોની જીભ પર ચડી ગયો હતો. પરંતુ લાગણીઓ, આશક્તિ અને કરુણા વિના માનવતાનું અસ્તિત્વ મટી જાય છે અને અસુર એટલે કે શુભ જાેશી તેવું જ ઇચ્છે છે, જે વિશ્વને નષ્ટ કરવાના તેના થ્રીલર પ્લાનિંગ સાથે બદલો લેવા પાછો ફર્યો છે. ઓની સેન દ્વારા નિર્દેશિત અસુર ૨ની શરૂઆત ત્યાંથી થાય છે, જ્યાંથી સિઝન ૧ પૂર્ણ થઇ હતી. આ સીરીઝની શરૂઆત નિખિલ નાયરથી થાય છે, જે તેના ભૂતકાળમાં ઘેરાયેલો છે. પુત્રી રિયાના મૃત્યુ પછી તેનું જીવન બરબાદ થઈ જાય છે અને દરેક નુક્શાન માટે તે પોતાને દોષી ઠેરવે છે. પોતાના ત્રાસભર્યા અને પીડાદાયક ભૂતકાળમાંથી બચવા માટે બીજી તરફ ધનંજય રાજપૂત ઉર્ફ ડીજેએ આધ્યાત્મિકતાનો સહારો લીધો છે. તો બીજી બાજુ સીબીઆઈની ટીમ સમયની વિરુદ્ધ લડી રહી છે, કારણ કે અસુરે નવા હુમલાની યોજના બનાવી છે અને પહેલેથી જ તેના વિશે આગાહીઓ કરી દીધી છે. જ્યારે નિખિલ હંમેશની જેમ કન્ફોર્મિસ્ટ સાબિત થાય છે અને સિસ્ટમનો ભાગ બનીને સત્યને બહાર લાવવાનો પ્રયાસ કરે છે. ડીજે નિખિલની પત્ની નૈનાને પણ તેના પ્લાનિંગમાં તેની સાથે સામેલ કરે છે. પોતાની પત્ની, એક બાળક અને ઘણા સાથીઓને ગુમાવ્યા બાદ આ સિરિયલ કીલીંગ્સ સીબીઆઈની ટીમ માટે વધુ પર્સનલ બની ગઈ છે, જે શુભ જાેશીને ઝડપી પાડવા માટે તમામ હદ સુધી જશે.

પરંતુ, શું અસત્ય પર સત્ય જીત મેળવશે? શું ધનંજય રાજપૂત અને નિખિલ નાયર અસત્યના આતંકિત શાસનને રોકવા માટે ફરી સાથે આવશે? આ પ્રશ્નોના જવાબ આગામી એપિસોડ્‌સમાં મળશે. અસુર-૨ના માત્ર બે જ એપિસોડ રીલીઝ થયા છે અને બાકીના આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે. અગાઉના ભાગની જેમ જ સિઝન ૨માં પણ દરેક એપિસોડની શરૂઆત શુભના ભૂતકાળના એક ભાગને ઉકેલવાથી થાય છે, ત્યારબાદ ડીજે અને નિખિલ અસુરની વધી રહેલી અરાજકતાથી દુનિયાને બચાવવાનો પ્રયાસ કરે છે. અપેક્ષા મુજબ જ શુભ સીબીઆઈની ટીમથી એક ડગલું આગળ ચાલે છે. લોલાર્ક દુબે (શારીબ હાશ્મી)ની હત્યા કર્યા પછી રસૂલ (અમેય વાઘ) એક સ્ટોરી ઉપજાવી કાઢે છે. આ ડાયલોગ દર્શકોને ખૂબ પસંદ આવશે – ‘જબ સારે સબૂત સામને સે મિલ જાયે તો સમઝો ઝૂઠ કા જાલ બહુત મેહનત સે બના ગયા હૈ’. પરંતુ પ્રશ્ન તો રહે જ છે. શું તે અસુર છે કે પછી બાલિનીઝ માસ્કની પાછળ બીજાે કોઈ ચહેરો છુપાયેલો છે? જે કાલી દૃજ કલ્કીની સ્ટોરીથી ભ્રમિત છે? ગૌરવ શુક્લા અને અભિજીત ખુમાણ દ્વારા લિખિત, અસુર ૨ થ્રિલરમાં છૈંનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરાયો છે. જ્યારે પહેલા ભાગમાં પૌરાણિક કથાઓ અને ફોરેન્સિક વિજ્ઞાનના સમન્વયથી આપણને બધાને આકર્ષિત કર્યા હતા. બીજી સીઝનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે. આપણને હજુ પણ તેના લાભ અને ગેરલાભો ખ્યાલ નથી, પરંતુ અસુર એક ક્લિકમાં દુનિયાનો નાશ કરી શકે છે. જાેકે, આ બધુ હોવા છતાં પણ અસુર ૨ પહેલી સિઝનને ટક્કર આપી શકી નથી.

જાે કે લેખકો માનસિકતા સાથે વધુ અને સળગેલા શરીર, લોહી અને ગોર સાથે ઓછા ઊંડા ઉતર્યા હતા. પરંતુ સીઝન ૨ની અસર દર્શકો પર ઓછી છે. અસુરની પહેલી સીઝન વધુ રોમાંચક અને આકર્ષક હતી. કારણ કે નવો ઇન્સ્ટોલમેન્ટ ભાગોમાં ખેંચાયો હોય તેવું લાગતું હતું. ફરી એક વાર બરુન સોબતી નિખિલ નાયરના શાનદાર અભિનયથી ફેન્સના દિલ જીતી લે છે. અરશદ વારસી ડીજે તરીકે મહત્વનો છે, કારણ કે તેણે તેના પાત્રની ઉંડાઈ અને જટિલતા દર્શાવી હતી. અભિનેતા વિશેષ બંસલ શુભ જાેશી તરીકે ખૂબ જ પ્રતિભાશાળી ઝલકાઇ રહ્યો છે. તે એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવે છે, જે તેની નજીકના લોકોને એકબીજાથી દૂર કરતી વખતે જરાં પણ પસ્તાવો કરતો નથી. અનુપ્રિયા ગોએન્કા, અમેય વાઘ, મૈયાંગ ચાંગ, અભિષેક ચૌહાણ અને રિદ્ધિ ડોગરાએ પણ તેમના પાર્ટમાં સારો અભિનય કર્યો છે. ડાયલોગ રાઇટર સૂરજ જ્ઞાની, અભિજીત ખુમાણ અને ગૌરવ શુક્લા અને ધરમરાજ ભટ્ટ છે. જાે તમને પહેલી સીઝન ગમતી હોય, તો અસુર ૨ એક મસ્ટ-વોચ સીરીઝ છે, કારણ કે સિક્વલમાં છૂટક કનેક્શન છે. જે અગાઉની સીઝનમાં બાકી રહ્યા હતા. તે સીઝનમાં ઉભા થયેલા પ્રશ્નોના જવાબ તમને બીજા ભાગમાં આપવામાં આવ્યા છે. જાે કે, સીરીઝનો અંત થોડો નિરાશાજનક હોઈ શકે છે. મેકર્સે તેને ઓપન-એન્ડેડ રાખ્યું છે, જેના કારણે સિઝન ૩ની રાહ જાેવી નિરર્થક લાગે છે.

Follow Me:

Related Posts