ગુજરાત

સાયણમાં રેલવેના સ્ટેશન માસ્ટરના બંધ ફ્લેટમાંથી ૩.૫૫ લાખની ચોરી

સાયણમાં રહેતા ગોથાણ રેલવે સ્ટેશન માસ્ટરના બંધ ફ્લેટમાંથી તસ્કરો રૂ.૩,૫૫,૪૨૫ મતા ચોરી ગયા હતા. ઓલપાડ તાલુકાના સાયણમાં આવેલી ઓમ નગર સોસાયટીના વિભુ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અભિષેક મહેતા હાલ ગોથાણ રેલવે સ્ટેશન માસ્તર તરીકે નોકરી કરે છે.જયારે છેલ્લા બે માસથી તેની પત્ની પિયર ગયેલ હોવાથી સ્ટેશન માસ્તર જયારે નોકરીના ફરજ ઉપર હોય ત્યારે ફ્લેટ બંધ રહેતો હતો.તેઓ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦ થી તા.૨૪ ના રોજ સવારે કીમ રેલવે સ્ટેશન ખાતે ફરજ ઉપર હોવાથી તેમનો ફ્લેટ બંધ હતો.

જેનો લાભ લઈ અજાણ્યા ત્રણ તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો. આ તસ્કરોએ ફ્લેટના રૂમના દરવાજાને મારેલ તાળુ તોડી,રૂમમાં પ્રવેશ કરી બેડ રૂમમાં મુકેલ કબાટ તોડી લાલ રંગની થેલીમાં મુકેલ ૭૫.૪૭ ગ્રામ વજનના સોનાના જુદા-જુદા ઘરેણાં,જેની કિં.રૂ.૩,૨૧,૬૫૧ તથા ૧૯૪.૬૭ ચાંદીના દાગીના, જેની કિં.રૂ.૧૧,૩૮૮ તથા એક હિરાની વીંટી, જેની કિં.રૂ. ૨૨,૩૮૬ મળી કુલ રૂપિયા ૩,૫૫,૪૨૫ મત્તા સહિત જરૂરી દસ્તાવેજી પુરાવાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે અભિષેક મેહતાને રૂમના માલિકે જાણ કરી હતી.જેથી તપાસ કરતા ચોરી થયાનું જણાતા તેમણે તેની પત્ની પાસેથી દાગીનાના બીલો મેળવી ચોરી ઘટનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ સાથે ઓલપાડ પોલીસ મથકમાં તા.૨૮ ના રોજ ફરિયાદ આપી હતી.જેના પગલે પોલીસે ત્રણ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રૂપિયા ૩,૫૫,૪૨૫ મત્તાની ચોરીનો ગુનો નોંધ્યો છે.

Related Posts