સાયલા નેશનલ હાઇવે પર છેલ્લા ૨૪ કલાકમાં ૫ના મોત, ૭ ઘાયલ
રાજ્યમાં અકસ્માતના બનાવો મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક વાહન ચાલકની બેદરકારી તો ક્યાંક પશુ વાહન વચ્ચે આવી જતાં અકસ્માતો સર્જાય રહ્યા છે. સાયલા નેશનલ હાઇવે પર છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા છે. આ અકસ્માતોમાં પાંચ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે અને સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સાયલા નેશનલ હાઇવે પર ગોસળ નજીક મ્રુત પશુ સાથે કાર અથડાતા બે વ્યક્તિઓનાં મોત ૭ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.
ત્યારે બીજી તરફ ડોળીયા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકમાં સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. રાત્રિ દરમિયાન હાઇવે પર ધોળકાથી ચોટીલા પગપાળા ચાલીને જતા એક પદયાત્રીને કાર ચાલકે અડફેટે લેતા પદયાત્રીનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સાયલા નેશનલ હાઇવે પર જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત થયા છે. રવિવારણો દિવસ સાયલા નેશનલ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. હાઇવેને સિક્સલેન કરવાની ધીમી કામગીરી અને ઠેર ઠેર ડાયવર્ઝનના કારણે અકસ્માતો સર્જાતા હોવાની આશંકા છે.
Recent Comments