fbpx
સૌરાષ્ટ - કચ્છ

સાયલા હાઈવે પર બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું મોત નીપજ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર દિનપ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. અને હાઈવે ઉપર અકસ્માતોની ઘટના કારણે મોતનો આંક પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટથી કડિયા કામ માટે સુરેન્દ્રનગર આવી રહેલા બે વ્યક્તિઓના બાઇક સ્લીપ થવાની ઘટના આજે બનવા પામી છે. જેમાં ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તાત્કાલિક અસરે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટથી બાઈક લઈ અને કડિયા કામ માટે સુરેન્દ્રનગર આવી રહ્યા હતા. ત્યારે મૂળી સાયલા હાઇવે ઉપર બાઈક સ્લીપ થઈ જવાની ઘટના બની હતી. જેમાં બાઈક સ્લીપ થવાની ઘટનામાં હાઇવે ઉપર જ વિજયભાઈ રોનકભાઇનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે ઉપર રાજકોટથી સુરેન્દ્રનગર કડિયા કામ માટે આવી રહેલા બે યુવકોનું બાઇક સ્લીપ થતા ઘટના સ્થળ ઉપર એકનું મોત થયું હતું. જ્યારે એકને ઇજા થઇ છે. મૃતક યુવક રાજકોટનો હોવાનું બહાર આવ્યું છે.

Follow Me:

Related Posts