સારહી તપોવન આશ્રમના સેવા કાર્યમાં રૂા.પ૧૦૦૦ હજારનું દાન
જેના પર જયશ્યામની કૃપા સતત વરસે છે ઉપરાંત અનેક સેવા પ્રવૃતિ ઓ સાથે વણાયેલા તુલશીશ્યામ સંસ્થાના પ્રમુખ અને માજી ધારાસભ્ય સ્વ.શ્રી પ્રતાપભાઈ વરૂ પરિવાર તરફથી અમરેલી જીલ્લા ની ગૌરવંતી સેવાભાવી સસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલીત સારહી તપોવન
આશ્રમ ના સેવાકાર્ય મા રૂા.પ૧૦૦૦ હજારનું દાન અર્પણ કરીને શ્યામસેવા અર્પણ કરી છે. ઈફકો–ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, સારહી
તપોવન આશ્રમના પ્રણેતા શ્રી મુકેશભાઈ સંઘાણીની હાજરીમા ચેક અર્પણ કરતા ગૌતમભાઈ સુરગભાઈ વરૂ, ભોળાભાઈ નનકુભાઈ વરૂ, મહેશભાઈ કિરણભાઈ વરૂ, દેવાભાઈ કિરણભાઈ વરૂ, વિરભદ્રભાઈ ભોળાભાઈ વરૂ, મંગળુભાઈ ખુમાણ, અમરેલી જી૬ત્સિલા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, સુરેશભાઈ શેખવા, શરદભાઈ પંડયા, ભગીરથભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments