”સારહી તપોવન આશ્રમ” નીશુભેચ્છા મૂલાકાતે કેન્દ્રીયમંત્રી રૂપાલા, સંઘાણી
સેવા સોળે કળાયે ખીલે છે જયારે સેવાભાવના બળવતર બને ત્યારે..આવી ઉમદા સેવા એટલે સારહી યુથ કલબ ઓફ અમરેલીના રાહબર મુકેશ સંઘાણી દ્રારા આકાર લઈ રહેલ તપોવન આશ્રમ. ગાવડકા ચોકડી પાસે નિમાણાધિન આ આશ્રમની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા,સવિતાબેન રૂપાલા, દિલીપ સંઘાણી, જીગર રૂપાલા સહપરિવાર આવતા સંસ્થામા ચાલતી બાંધકામ સહિતની કામગીરી નિહાળી હતી,ભાવિ યોજનાઓ અંગેની માહિતી મુકેશ સંઘાણીએ વર્ણવી હતી જેને બિરદાવી હતી.
આ તકે ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, બોટાદ જી૬ત્સિલા પંચાયત પ્રમુખ વિરાણી, ,ઉદ્યોગપતિઓ મનહરભાઈ કાકડીયા, કિશોરભાઈ કિકાણી, રમેશભાઈ કુકડીયા, નરેન્દ્રભાઈ કુકડીયા, નિલેષભાઈ ,દેસાઈ, ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, ધાર્મિક રામાણી, સરપંચ બાલાભાઈ ઉપસ્થિત રહયા હતા તેમ સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments