અમરેલી સેવાના સરનામે ઉમળકા સાથે સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ ખાતે અમરેલી જિલ્લા ની વિશ્વ હિંદુ પરિષદ ની ટીમે મુલાકાત લીધેલ જેમાં અધ્યક્ષ, ઇતેશભાઈ મહેતા, ઉપાધ્યક્ષ, રશ્મિનભાઈ ત્રિવેદી,કોષાધ્યક્ષ, ડૉ,પંકજભાઈ ત્રિવેદી મઢ મંદિરના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ રાઠોડ સેવા સંયોજક યુવરાજસિંહ પલવાર, સુરેશભાઈ મકવાણા તથા જિલ્લા પરિષદના સહમંત્રી, સારહિ પરિવાર ના સભ્યશ્રી તેમજ અમરવેલી નાગરિક શરાફી સહકારી મંડળી લિ અમરેલી ના સ્થાપક ચેરમેન ઈશ્વરભાઈ રાજ્યગુરૂ આ તકે તેમના માતૃશ્રી સ્વ, લાભુબેન વૃજલાલ તથા વૃજલાલ રામભાઇ રાજ્યગુરૂ ના તિથિ સ્મરનાર્થે સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ ના ભગીરથ નિર્માણ કાર્ય માટે તુલસી પત્ર રૂપે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે ૧૧૦૦૦/-, રૂપિયા નું અનુદાન આજરોજ તા,૩૦/૦૮/૨૩ ના રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી તપોવન આશ્રમ નાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણી, નગર પાલિકા નાં કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.
સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત તપોવન આશ્રમ ની મુલાકાતે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ

Recent Comments