બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં સારા અલી ખાનનો દેશી અંદાજ જાેવા મળશે. સારાએ હાલમાં પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેણી ખૂબ જ સાદગી ભર્યા અંદાજમાં જાેવા મળી રહી છે. હાથમાં લીલા અને પીળા રંગની સાદી બંગડીઓ, માંગમાં સિંદુર અને પિન્ક કલરની પ્રિન્ટેડ સાડી પહેરીને બિલકુલ દેશી વહુરાણી અંદાજમાં જાેવા મળી રહી છે. તેના આ લુક પર ફેન્સ દીવાના થઈ રહ્યા છે. ગંગા ઘાટ કિનારે બેસીને સારા ફોટો ક્લિક કરાવતી જાેવા મળી રહી છે. સારાએ તેની ફિલ્મમાં ખૂબ જ સુંદર સાડી લુકમાં જાેવા મળી રહી છે. સૈફ અલી ખાનની દીકરીને સામન્ય રીતે ઘણીવાર દેશી અવતારમાં જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી તસવીરો દેશી લુકમાં હાજર છે. હાલમાં જ કાન્સમાં પણ સારા ઈન્ડિયન કલ્ચરને રિપ્રેઝન્ટ કર્યુ હતું. એક્ટ્રેસે કાન્સના રેડ કાર્પેટ પર લહેંગા પહેરેલી જાેવા મળી છે. જેમાં તેણીને જાેઈને દરેક લોકો તેના વખાણ કરવા પર મજબૂર થઈ ગયા હતાં. સારાના દિલકશ અંદાજે તેના ફેન્સનાં દિલ જીતી લીધા હતાં. સારા અલી ખાનનું માનવું છે કે, તેણી ઈન્ડિયન કલ્ચરથી જાેડાયેલી છે. તેથી તેણી તેને ગર્વથી કૅરી કરે છે. સારાએ આ પહેલા પણ સિમ્પલ સાડીમાં ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તેણી કોઈ ગામડાની ખાટલી પર બેઠેલી જાેવા મળી રહી હતી.
સારા અલી ખાનની દેશી અંદાજની કેટલીક તસવીરો થઇ વાયુવેગે વાઈરલ

Recent Comments