વિકી કૌશલ સાથેની આગામી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશનમાં સારા અલી ખાન પરોવાયેલી છે. મુંબઈ ખાતે ફિલ્મના ટ્રેલર લોન્ચની ઈવેન્ટમાં હાજરી આપવા માટે સારાએ રિક્ષાની મુસાફરી કરી હતી. ઈવેન્ટના સ્થળે રિક્ષામાં પહોંચેલી સારાની સાદગીએ દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. ફોરેનમાં વેકેસન એન્જાેય કરીને સારા અલી ખાન મુંબઈ પરત આવી ત્યારે થોડા સમય પહેલા સિટી બસની રાઈડ એન્જાેય કરી હતી. બેસ્ટની બસમાં સારાએ કરાવેલું ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વખતે સારાએ ઓટો રિક્ષાની પસંદગી કરી છે. રિક્ષામાં ઈવેન્ટના સ્થળે પહોંચ્યા બાદ સારાએ વિકી કૌશલ અને ટીમ સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. સારાની આ ફિલ્મ રોમેન્ટિક જાેનરની છે અને તેથી સારાએ વિકી સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું. સારાએ વિકીની સાથે રીઅલ લાઈફ કપલ જેવા રોમેન્ટિક ફોટોગ્રાફ્સ પડાવ્યા હતા. સારાએ આ વખતે ટ્રેડિશનલ સાડીની પસંદગી કરી હતી. સારાની આ ફિલ્મમાં મેરિડ કપલની સ્ટોરી છે. મેરિડ લાઈફમાં ખાટી-મીઠી તકરારોની વચ્ચે છૂટાછેડાની નોબત આવી જાય છે. ફેમિલી ડ્રામામાં સાથે રહેવું કે છૂટા પડી જવું તેની સ્ટોરી છે. રોમેન્ટિક ફેમિલી ડ્રામામાં સારાએ ફિલ્મની થીમને અનુરૂપ લૂક ઉપરાંત રીઅલ લાઈફ કપલ જેવો માહોલ પણ ઊભો કર્યો હતો. સારાએ યલો સાડી પહેરીને વિકી કૌશલ સાથે ડાન્સ કર્યો હતો. આ સાથે સારાએ વિકીના ખોળામાં બેસીને પોઝ આપ્યા હતા. બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હોય તેવું આ ફોટોશૂટ પરથી લાગતું હતું.
સારા અલી ખાન સ્ટારર ‘ઝરા હટ કે ઝરા બચકે’’, ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે રિક્ષામાં પહોંચી

Recent Comments