fbpx
ગુજરાત

સાળંગપુરમાં મંદિરમાં સૂર્યમંડળની જેમ શણગાર કરવામાં આવ્યો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દરબારને આકાશ મંડળની જેમ શણગારવામાં આવ્યો હતો. જેમાં નવ ગ્રહો, તારા મંડળનું દર્શન કરાવવામાં આવ્યું હતું. કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથો સાથ શ્રી હનુમાન જન્મોત્સવ મહોત્સવ ઉપક્રમે દાદાના દરબારમાં શ્રી હનુમત્‌ મંત્ર એવમ્‌ બીજમંત્ર અનુષ્ઠાનનું આયોજન તા. ૨ એપ્રિલ, ૨૦૨૨થી તા. ૧૬ એપ્રિલ, ૦૨૨ સુધી કરવામાં આવ્યું છે. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દરબારમાં સૂર્યમંડળના ભવ્ય દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના આકાશ દર્શનનો શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને નિમિત્તે દાદાના દરબારમાં આકાશ મંડળ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts