સાળંગપુર કષ્ટભંજનદેવને દાળિયાના દાણામાં દાદા લખી વાઘાનો શણગાર કરાયો
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારના રોજ દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા. ૨૯ માર્ચ, ૨૦૨૨ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દાળિયાના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા.
ઉપરાંત દાળિયાના પ્રત્યેક દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. આશરે ૫ કિલો જેટલા દાળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયાના દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
Recent Comments