અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં અકાળે થતાં નિધનથી ઘટના થંભવાનું નામ લેતી નથી. ત્યારે ગઈકાલે સાવરકુંડલા નજીક એક અકસ્માતમાં વધુ ર આશાસ્પદ પરપ્રાંતિય યુવકનાં મોતથી અરેરાટીનો માહોલ ઉભો થયો છે.
વિગત એવા પ્રકારની છે કે,મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે રહેતા વિશાલભાઈ રાજાભાઈ શસ્ત્ર (ઉ.વ. રપ) તથા સુભાષભાર્ઈ ભાયરામભાઈ વાસ્કલે (ઉ.વ. રપ)પોતાના હવાલા વાળા મોટર સાયકલ નં.જી.જે. પ બી.એમ. 9પપ1 ઉપર સાવરકુંડલાથી અભરામપરા ગામે આવી રહયા હતા ત્યારે તે મોટર સાયકલ સાવરકુંડલા નજીક આવેલ ગીરધરવાવ ગામ પાસેથી પસાર થઈ રહેલ કપાસ ભરેલા ટ્રક નંબર જી.જે. ડબલ્યુ 13 11ર3ના ચાલકે આ ડબલ સવારસ મોટર સાયકલને હડફેટે લઈ અને અકસ્માત કરી અભરાપરા ગામનાં બે યુવાનોના મોત થતાં નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ ઉભો થયો છે.


















Recent Comments