સાવરકુંડલા શહેર માં છેલ્લા ઘણા વર્ષ થી સાવરકુંડલા થી અમરેલી નેશનલ હાઇવે તરફ અને મેઇન બજાર થી નદી તરફ જતો રસ્તો જે રસ્તામાં ઢાળ આપેલ હોવાથી વચ્ચે ખાડો હોઈ જેમાં દર ચોમાસે પાણી ભરાતા લોકો મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો અને અવાર નવાર અકસ્માતો પણ થતા. આ બાબતે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશ નાગ્રેચા એ ઉચ્ચકક્ષા એ કરેલ રજુઆત ને પગલે વહેલી તકે નિરાકરણ આવતા આ વિસ્તાર માં પેવર બ્લોક બેસાડી ને કાયમી નિવારણ લાવવા સફળતા મળી હતી.
આ તકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી,શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, નેશનલ હાઇવે ના ઓથોરિટી એસ.ઓ ટીમ સહિતની ઉપસ્થિતી રહી હતી. આ પ્રશ્નના નિરાકરણ માં સહયોગ આપનાર અમરેલી જિલ્લાના ના સાંસદ તેમજ આ કામ દરમિયાન બન્ને સાઈડ રોડ બંધ કરાવી ને શ્રી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના. પી આઈ વાઘેલા સાહેબ સહિત ટીમે સહયોગ આપ્યો હતો.


















Recent Comments