અમરેલી

સાવરકુંડલાથી અયોધ્યા જઇ રહેલાકબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબને શહેરીજનો દ્વારા ભાવભરી વિદાય.

આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના સોમવારના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નુતન મંદિરનો ઐતહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આગવા ઉત્સાહનો માહોલ છવાયો છે અને સહુ કોઈ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રળિયામણી ઘડીની રાહ જોઈ રહ્યા છે  ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાવરકુંડલા શહેર અને પંથકમાંથી એક માત્ર નારણદાસ સાહેબને જ આમંત્રણ મળ્યું છે.. સમગ્ર દેશ માથી માત્ર ચાર હજાર જ સંતો મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

જેમાં સાવરકુંડલાના કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબનો સમાવેશ થતા સમગ્ર સાવરકુંડલાવાસીઓ વતી કબીર ટેકરીના મહંત પૂજ્ય શ્રી નારાયણદાસ સાહેબ આજે તારીખ ૧૮ ના અયોધ્યા જવા રવાના થઈ રહ્યા છે ત્યારે સમગ્ર પંથકના ભાવિકજનો દ્વારા પૂજ્ય નારણદાસ સાહેબને આજે સવારે સાવરકુંડલાના હૃદય સમા મણીભાઈ ચોક ખાતેથી ભવ્ય શોભા યાત્રા રૂપે વાજતે ગાજતે ધર્મપ્રેમી જનતા વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા માતૃશક્તિ દુર્ગાવાહિનીના કાર્યકરો દ્વારા રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરે પહોચ્યા હતાં રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરની રજા અને  પરવાનગી લઈને નારણદાસ સાહેબને અયોધ્યા જવા પ્રસ્થાન કરાવ્યું હતું  ત્યારે નારણદાસ સાહેબે પણ સમગ્ર શહેર અને પંથકના  પ્રતિનિધિ તરીકે અયોધ્યા જઈ રહ્યા હોય ભગવાન શ્રીરામના ચરણોમાં સાવરકુંડલા શહેર અને તાલુકાની સુખાકારી માટે ભગવાન શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કુંડલપુર હનુમાનજી મંદિરના મહંત શ્રી કરશનગિરિ બાપૂ, બજરંગદાસ કન્યા છાત્રાલયના ઘનશ્યામદાસબાપૂ , ભાવના સોસાયટીના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts