આરતી, ફૂલ, ચોખા, રંગોળી, અબીલ, ગુલાલ સાથે અલખયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું.સત્તાધારમાં વિશાળ ધર્મસભા યોજાઈ ઠેર ઠેર ચા, શરબત, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી.ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત સાવરકુંડલાથી સતાધાર સુધીની મોટી સંખ્યામાં બાઈક સાથે અલખ યાત્રા યોજાઈ હતી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા સાવરકુંડલાથી સતાધાર સુધીની અલખ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું સતાધાર આપાગીગાની જગ્યાના મહંત પૂજય વિજયબાપુ તેમજ સાવરકુંડલા, અમરેલી, ધારી, બગસરા, વિસાવદર તાલુકાના વિવિધ ગામોના મઠ, મંદિરો, દેહાણની જગ્યાઓ, આશ્રમોના સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ વિવિધ મંદિરોના પૂજારીઓ, કથાકારો સાથે ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા સાવરકુંડલા કાનજીબાપુની જગ્યા ખાતેથી અલખયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું
સાવરકુંડલા ખાતે આવેલ પૂજ્ય કાનજીબાપુની જગ્યા ખાતેથી પ્રાત; સ્મરણીય અને વંદનીય સાધુ સંતો તથા સમાજના આગેવાનો, કથાકારો અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો, વિવિધ હિન્દુ સમાજના સંગઠનો દ્વારા સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને નેસડી, ઈગોરાળા, કમી, કેરાળા, ચલાલા, મીઠાપુર, ડુંગરી, ઝર, મોરઝર, છતડીયા, ધારી, પ્રેમપરા, માલસીકા, વેકરીયા, લાલપુર, જેતલવડ, ખીસરી, કાલસારી, વિસાવદર, જીવાપર થઈને સતાધાર બપોરના ચાર કલાકે અલખયાત્રા સતાધાર પહોંચી હતી રસ્તામાં આવતા તમામ ગામોના ગ્રામજનો વિવિધ ધર્મના ધાર્મિક સ્થાનો દ્વારા અલખયાત્રા નું ફૂલ, ચોખા, અબીલ ગુલાલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા અલખયાત્રાના રથમા રહેલ આપાગીગા, કાનજીબાપુ, શામજીબાપુ વગેરે સંતોની પ્રતિમાને પુષ્પહાર અને આરતી ઉતારવામાં આવતી હતી તેમજ સતાધારના પટાંગણમાં દિવ્ય ધર્મસભા યોજાઈ હતી જેમા પૂ. વિજયબાપુ ઉપરાંત સંતો, મહંતો, સાધુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તથા રાષ્ટ્રની એકતા અને વિકાસ માટે પ્રેરક આશીર્વચન આઆપ્યા હતા તેમજ પૂજ્ય આપાગીગાની ગુરૂગાદી ચલાલા પૂ.દાનબાપુની જગ્યામાં મહંત વલકુબાપુના આશિષ લઈને યાત્રા આગળ વઘી હતી આવિશાળ વાહન યાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર પીવાનું પાણી, ચા, શરબત, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવવી હતી યાત્રાને સફળ બનાવવા ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભીખુભાઈ અગ્રાવત, યાત્રા સંયોજકો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ સાવરકુંડલાથી ભીખાભાઈ કાબરીયા, જગદીશભાઈ ગોહિલ, હિરેનભાઈ ડાભી, અમિતગીરી ગોસ્વામી, અમરેલીથી હાર્દિકગીરી બાપુ, દિગવતભાઈ સહિતની સમગ્ર ટીમ સાથે જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલાથી સતાધાર સુધી વિશાળ અલખયાત્રા બાઈક સાથે નીકળી.


















Recent Comments