આમ તો જેણે કોલેજકાળથી જ રાજકીય ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન મજબૂત કર્યું છે તેવાં સાવરકુંડલાનાં બ્રહ્મસમાજનાં અગ્રણી અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા શહેરનાં નાનાં માણસોને સાથે લઈ ચાલનાર શરદભાઈ પંડ્યાનો આજરોજ જન્મ દિવસ હોવાથી શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. તેમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હોવાથી શહેરનાં લોકોનાં પ્રશ્નોને પણ ખૂબ જ નજીકથી જાણનાર અને લોકોનાં કામ કરવા માટે અથાગ પ્રયાસ પણ કરતાં જોવા મળે છે. શહેરની વિવિધ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હોવાથી તેમનો એક વિશાળ ચાહક વર્ગ પણ ધરાવે છે. વળી રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ શહેર અને જિલ્લાના લોકોની સુખાકારી માટે રેલવેને લગતાં પ્રશ્નનો પણ તંત્ર સમક્ષ વારંવાર ઉઠાવતાં જોવા મળે છે. એકંદરે ખૂબ સીધાસાદા અને સરળ સ્વભાવની તેમની જીવનશૈલી લોકોમાં ખાસ્સી લોકપ્રિય છે. આજરોજ તેઓ અડતાલીસ વર્ષ પૂર્ણ કરીને ઓગણપચાસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તેમનું જીવન દીર્ઘાયુ, યશસ્વી નિરોગી અને સુખ સમૃદ્ધિ સભર રહે અને લોકોનાં કાર્યો પણ સતત કરતાં રહે તેવી અભિલાષા સહ જન્મદિવસ મુબારક
સાવરકુંડલાનાં બ્રહ્મસમાજનાં અગ્રણી અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં સમાજનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ.

Recent Comments