અમરેલી

સાવરકુંડલાનાં રઘુવંશી અગ્રણી રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ.. તુમ જિયો હજારો સાલ.. સાલ કે દિન હો એક હજાર.. 

અમરેલી જિલ્લા ચેમ્બર્સઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહામંત્રી, સાવરકુંડલા શહેરના શ્રી વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ, રોગી કલ્યાણ સમિતિ સાવરકુંડલા (કે. કે. હોસ્પિટલના સદસ્ય તથા સાવરકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટી એવાં સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને શહેરનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ છે. આજરોજ તેઓ બાંસઠ વર્ષપૂર્ણ કરીને ત્રેસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે  ત્યારે તેમનો ટૂંકો પરિચય એટલે  આમ જનતાના  સુખદુઃખનાં સમ્યક્ ભાગીદાર. સમાજમાં નાનામાં નાના માણસનું કોઈ પણ કામ ખૂબ ચોક્કસાઈ તથા ખંતથી કરવા ટેવાયેલા, આમજનતાના મોટાભાગના પ્રશ્નો અને સમસ્યાઓથી વાકેફ, એક અદના આદમીનો જાણે અરિસો જ જોઈલો..! સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક અને આરોગ્યક્ષેત્રે પણ હમેશાં અગ્રેસર રહેતાં રાજુભાઈ ખાસકરીને વેપારી સમાજમાં તો ખૂબ જ લોકપ્રિયછે. વેપારીઓનાં નાનામાં નાના પ્રશ્નો શક્ય તેટલી ઝડપથી વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવા માટે હમેશાં પ્રતિબધ્ધ હોય સાવરકુંડલા શહેરનાં પાયાનાં પ્રશ્નો પણ ઉકેલવામાં ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. સ્વભાવે ખૂબ વિનમ્ર, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવાથી લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. ખૂબ જ મિતભાષી, મિલનસાર હોય અને લોકો સાથે આત્મીય ભાવથી સંકળાયેલા હોય આમજનતામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેમનાં લોકભોગ્ય કાર્યો દ્વારા તેમની સેવાની સુવાસ સમગ્ર શહેરમાં જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના નાના ગામડાંઓ  સુધી ફેલાયેલ જોવા મળે છે આજે તેમના  જન્મદિવસ નિમિત્તે શહેર તેમજ જિલ્લાભરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે તેમની સુખસમૃદ્ધિ વધતી રહે, ઈશ્વર દીર્ઘાયુ અને તંદુરસ્તી બક્ષે એવી અભ્યર્થના સહ.

Related Posts