સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં વર્ષો જૂનું આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. જે સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ને તંત્ર દ્વારા ડીમોલીશન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવતા આંબરડી ના ગ્રામજનો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સાવરકુંડલા મામલતદાર કચેરીએ પહોંચી રોષ ઠાલવ્યો હતો તેમજ ડીમોલીશન કામગીરી અટકાવવા માંગણી કરી હતી. ગામના લોકોએ મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે આપવામાં આવેલ આવેદનપત્રની નકલ કલેકટર સહિત રાજય સરકાર ને પણ મોકલવામાં આવી છે. આંબરડી ગામમાં ઘણાં વર્ષોથી આ મંદિર સાર્વજનિક જગ્યામાં આવેલ હોવાની પણ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આંબરડી માં આવેલ આ મંદિર સેંકડો લોકો ની આસ્થાનું કેન્દ્ર હોય જેથી લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે થઈ ડીમોલિશન અટકાવવામાં આવે તેવી લોકો દ્વારા લાગણી કરવામાં આવેલ છે.
સાવરકુંડલાના આંબરડી ગામે આવેલ આશાપુરા માતાજીના મંદિરના ડિમોલીશનની નોટિસ આપવામાં આવતા ગ્રામજનો એ આવેદનપત્ર આપ્યું

Recent Comments