અમરેલી

સાવરકુંડલાના કર્મઠ દિવ્યાંગ ભરતભાઈ વાઢેરની મદદ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત  લેતા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા 

આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહૂલભાઇ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તથા દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાના સેવાભાવી પ્રમુખ રાજુભાઇ બોરીસાગર પણ ઉપસ્થિત હતાં. મહેશભાઈના ખૂબ નમ્ર અને વિવેકી સ્વભાવના દર્શન પણ અહીં થતાં જોવા મળ્યા હતા. આમ તો આ  આ દિવ્યાંગ ઓફિસ ખાતે દિવ્યાંગોની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા માટે ભરતભાઈ વાઢેર સતત પ્રયત્નશીલ રહે છે અને દિવ્યાંગના પ્રશ્ર્નો અંગે પોતે નિશુલ્ક સેવા પણ આપતાં જોવા મળે છે આ ઉપરાંત પોતાનાથી થતું કમ્પ્યુટર વર્ક દ્વારા લોકહિતની કામગીરી પણ  કરતાં જોવા મળે છે. આમ તો  ભરતભાઈ વાઢેર ગુજરાતી અપંગ ચેરી.& વેલ. ટ્રસ્ટ. સાવરકુંડલાના પ્રમુખ તરીકે પણ સેવા આપે છે.

Related Posts