સાવરકુંડલાના કાણકિયા ચા વાળા પરિવાર દ્વારા જન્મદિવસ નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું
કાણકિયા ચ્હા વાળાથી સારાયે ગુજરાતમાં પ્રસિધ્ધિ પામેલા,સ્વ.શ્રી ભીખાલાલ હરજીવનદાસ કાણકિયા પરિવારના ચોથી પેઢીના વારસદાર પ્રિયેશભાઇ તથા રસેશભાઇ, બેન પ્રાપ્તિના શુભ જન્મદિવસ નિમિત્તે આશ્રમશાળાના નાના ભૂલકાઓને હોંશભેર સાથે જોડી કુટુંબના સભ્યો સાથે બાળકોને શુધ્ધ ઘીની લાપશી, ભજીયાં, મગદાળ, સલાડ,છાશ જાતે પીરસી બાળકોને આનંદિત કરી રહેલા જોવા મળે છે, કાણકિયા પરિવારનું આ પગલું અનુસરણીય અને પ્રશંસાને પાત્ર છે. ટ્રસ્ટી મંડળ કાણકિયા પરિવારની આ પ્રવ્રુત્તિની કદર કરે છે .આશ્રમ શાળાના આચાર્ય, રસોઈ તૈયાર કરી બાળકોને ભોજન કરાવવામાં સહાય કરનાર સૌને નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવેલ.
Recent Comments