સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવ દરબાર આશ્રમનાં પ. પૂ. ઉષામૈયા માતાજી અને તેમના સેવક સમુદાય અમરેલીના રોકડીયા હનુમાન મંદિરથી નમામિ દેવી નર્મદા નદીની ચાલીને આઠ મહિના પદયાત્રા કરવા રવાના થયા છે. મુકેશભાઈ વિછીયા સહિતનાં આગેવાનો પણ સાથે જોડાયા છે. શિવ દરબાર આશ્રમની ગૌશાળાની ગીર ગાયોના દુધથી માત્ર સુવાવડી સ્ત્રીઓને દરેક હોસ્પિટલે જઈને શુધ્ધ ઘીનું કાટલું પહોંચાડે છે તેવા પ્રાતઃસ્મરણીય અને વંદનીય ૮૫ વર્ષનાં પૂ.ઉષામૈયા માતાજી આ યાત્રાનો પ્રારંભ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરશે અને ૩૬૦૦ કિલોમીટરની તેમની આ પદયાત્રા ૮ મહિના સુધી ચાલશે તેમજ ૧૪ સભ્યોની ટીમ સતત તેમની સાથે ખડેપગે રહેશે.
૮૫ વર્ષના પૂ. ઉષામૈયાની આ યાત્રા પુર્વે અમરેલી શહેરમાં આવેલ રોકડીયા હનુમાન મંદિરથી સૌ ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. પ.પૂ. ઉષામૈયા માતાજી શિવ દરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મુકામે જેટલા લોકો દર્શને આવે તેમને મહાપ્રસાદ કરાવે છે. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ઉક્તિને સાર્થક કરનાર ઉષામૈયા માતાજી જુનાગઢ મુકામે લીલી પરિક્રમા દરમ્યાન માળવેલા મુકામે એકવીસ વર્ષ અન્નક્ષેત્ર ચલાવતા અને વૃંદાવન ઉતરપ્રદેશ મુકામે છેલ્લા આઠ વર્ષથી ગીરીરાજજીની પરિક્રમા દરમિયાન હજારો દર્શનાર્થીઓને પ્રસાદ લેવડાવવામા આવે છે.આશ્રમ ખાતે હાલ પોણા ચારસોથી પણ વધારે ગાયો છે. તેમનું દૂધ, દહીં છાસ ઘી વેચવામાં આવતું નથી પરંતુ અમરેલી જિલ્લામાં પ્રસૂતા બહેનોને કાટલું (સુખડી)ની કીટનું વિતરણ કરવામાં આવે છે.



















Recent Comments