સાવરકુંડલાના કેતનભાઈ પંડ્યાએ આજરોજ સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ૮૦ મી વાર રક્તદાન કર્યું.
પ્રખર ગૌસેવક, પ્રેમ અને વાત્સલ્યની મૂર્તિ, સોમનાથ દાદાના પરમ ઉપાસક પ્રાતઃ સ્મરણીય શ્રી ઉષામૈયાના ૮૫માં પ્રાગટ્ય દિવસે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હોય તેમાં આજરોજ હોમગાર્ડ જવાન કેતન ડી પંડ્યા દ્વારા ૮૦ મી વાર રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા કરવાની ભાવના એ જ કેતનભાઈનો જીવનમંત્ર છે. વળી પ.પ્.શ્રી ઉષામૈયાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પ રક્તદાન કરી પોતે ધન્યતા પણ અનુભવી હતી.. કિસી કી મુસ્કુરાહટો પે હો દિલ નિસાર કિસી કે વાસ્તે હો અપને દિલમેં પ્યાર જીના ઉસીકા નામ હૈ. એ જ એના જીવનનું લક્ષ છે.. માનવ છીએ તો માનવને ઉપયોગી સાબિત થઈએ.
Recent Comments