અમરેલી જિલ્લામાં ગત મોડી રાતે સાવરકુંડલા તાલુકામાં આવેલા ખડકાળા ગામ નજીક 52 નંબરના ફાટક નજીક પીપાવાવ પોર્ટ તરફથી સુરેન્દ્રનગર તરફ જતી ડબલ ડેકર ગુડ્સ ટ્રેનમાં સિંહ આવી જતા સિંહના મોટાભાગના અંગ કપાય ગયા અને રીતસર કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના બાદ વનવિભાગના સાવરકુંડલા રેન્જના સ્ટાફ અધિકારી ઓ દોડી ગયા હતા.
સિહના કપાયેલા તમામ અંગો પહેલા તો એકઠા કર્યા અને મૃતદેહનો કબ્જો મેળવી ધારી ગીર પૂર્વ ના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે રાત્રીના વરસાદી માહોલ વચ્ચે આ ઘટના બની હોય શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે
Recent Comments