સાવરકુંડલા ખાતે પોતાની આંખની હોસ્પિટલ ધરાવનાર સાવરકુંડલાનાં આંખના પ્રતિષ્ઠિત તબીબ ડો. વિનોદભાઈ જીણાભાઈ પટેલનું નિધન થતાં શહેરને એક સારા આંખના તબીબની ખોટ વર્તાય. ૨૭-૩-૨૪ને બુધવારે અમદાવાદ ખાતે તેમનો દેહાંત થતાં તેમના પરિવાર તથા શુભેચ્છકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોતે ખૂબ જ મિલનસાર અને વિનોદી સ્વભાવ ધરાવતા હતા. અને દર્દીઓમાં પણ સારી ચાહના ધરાવતાં હતાં. તેમના નિધનથી સાવરકુંડલા શહેરને એક સારા આંખના તબીબની ખોટ કાયમ વર્તાશે. સદગતનું બેસણું આજરોજ અમદાવાદ ખાતે સવારે ૮-૩૦ થી ૧૧ સુધી લાયન્સ હોલ મીઠાખળી છ રસ્તા, લેમન ટ્રી હોટલ પાસે, મહારાષ્ટ્ર સોસાયટી, એલિસબ્રિજ અમદાવાદ ખાતે રાખેલ. પ્રભુ તેના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેના પરિવાર પર આવી પડેલ દુખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ
સાવરકુંડલાના ખ્યાતનામ આંખના તબીબનું અવસાન થતાં સાવરકુંડલા શહેરે એક સારા તબીબ ગુમાવતાં શહેરમાં તેના શુભેચ્છકોમાં ગમગીની છવાઇ.

Recent Comments