સાવરકુંડલાના ગામોનો ડોર ટુ ડોર પ્રચાર કરતા ધારાસભ્ય મહેશ કસવાલા
રાષ્ટ્ર સેવાને સર્વોપરી માનનારા દેશના પ્રધાનમંત્રી મોદી માટે ભાજપ પરિવાર છે ને ભાજપના કાર્યકર્તાઓ મોદી પરિવાર તરીકે હવે ઓળખાઈ રહ્યા છે અગાઉ ચોકીદાર બનેલા કાર્યકર્તાઓ હવે પરિવાર બનીને 2024 ની લોકસભાની ચૂંટણીમાં અબ કી બાર 400 કે પાર બેઠકો લાવીને પ્રધાનમંત્રી ની હેટ્રિક મારવાની ભાજપના કાર્યકર્તાઓની સાવરકુંડલા તાલુકાના હાડીડા, દાઘીયા, વણોટ, ઘાંડલા, ચિખલી, ભમ્મર, દેતડ, કાનાતળાવ, હાથસણી ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચુંટણી મિટીંગોમાં ધારાસભ્ય કસવાળાએ વિકસિત ભારતનો ધ્યેય અને રાષ્ટ્ર સેવા સમર્પિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દેશ નહિ પણ દુનિયામાં એક નવી કેડી કંડારવાનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે
ને વિકસિત ભારત 2047 ના લક્ષ સાથે કામ કરતા સમર્પિત સેવાના સારથી ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે દરેક ભારતીય 2024 ની ચૂંટણીમાં અકલ્પનીય વિકટરી સાથે નરેન્દ્રભાઈ મોદી બિરાજે તે અંગે કસવાળાએ હર્દય સ્પર્શી અપીલ કરી હતી આ ચૂંટણી મિટીંગોમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લાલભાઈ મોર, તાલુકા ભાજપ અગ્રણીશ્રી લલીતભાઈ બાળધા, આહિર સમાજના આગેવાન દેવાયતભાઈ બલદાણીયા, રાઘવભાઈ સાવલિયા, મનુભાઈ ડાવરા, સરપંચશ્રી સહિતના આગેવાનો જોડાયા હતા.
Recent Comments