વિડિયો ગેલેરી

સાવરકુંડલાના ગીચ વિસ્તારોમાં મોબાઈલ યુરીનલની સુવિધા ઉભી કરાઇ. વિકાસ માટે નવી દ્રષ્ટિ અને નવી સમજ

સાવરકુંડલાના ગીચ વિસ્તારો જેવા કે મેઇન બજાર, સંઘેડીયા બજાર, કંસારા બજાર, મણીભાઈ ચોક,  બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ રોડ વગેરે વિસ્તારમાં મહિલાઓ સહિત શહેરીજનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે ત્યારે આ વિસ્તારોમાં મહિલાઓ માટે યુરિનલની કોઈ સુવિધા ન હોવાનું ધારાસભ્ય  મહેશભાઈ કસવાળાના ધ્યાન ઉપર આવતા ધારાસભ્યશ્રીએ તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ  પ્રતિકભાઇ નાકરાણી અને કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણને  મહિલાઓ માટે તાત્કાલિક યુરીનલની સુવિધા ઉભી કરવા સુચના આપતા સાવરકુંડલા પાલીકાના ઉપરોક્ત ત્રણેય હોદ્દેદારો દ્વારા સિન્ટેક્સ કંપનીની સુવિધાયુક્ત મહિલા અને પુરુષો માટે મોબાઈલ યુરીનલ ખરીદી સાવરકુંડલાના જુદા જુદા ગીચ વિસ્તારોમાં ફીટ કરી દેવામાં આવી છે

અત્રે ઉલ્લેખની છે કે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ માટે યુરીનલની કોઈ સુવિધા ન હોવાથી બહારગામથી ખરીદી અર્થે આવતા મહિલા વર્ગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને આ સંદર્ભ અવારનવાર આ સમસ્યાના સમાચારો પણ અખબારી અહેવાલ દ્વારા પ્રસિદ્ધ થતાં હતાં જેનું સંજ્ઞાન લઈને  હવે યુરીનલની સુવિધા ઉભી થતા મહિલા વર્ગ સહિત શહેરીજનો અને તાલુકાભરના નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે.. આમ એક સમજદાર અને લોકમિજાજની નાડ પારખી પૂરી નિષ્ઠા સાથે ધારાસભ્યશ્રી કાર્ય કરે તો તેનું પરિણામ પણ સમગ્ર સમાજ માટે રચનાત્મક જ આવે છે એ વાત પણ અહીં પુરવાર થાય છે. જો કે જાહેર સુવિધાઓનો પણ ઘરની જેમ કેમ ઉપયોગ કરવો એ પણ આપણે જ શીખવુ રહ્યું.. જાહેર સુવિધાની જાળવણી માટે પણ થોડી જાગૃતિ અને પોતાપણું કેળવવું પડશે.

Related Posts