સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ જોવા મળ્યા સિંહો.
સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડી એક સિંહણ. ખોડીયાણા ગામના પાદરમાં શિકારની શોધમાં સિંહણે મોડી રાત્રે ખેતરથી પરત ફરતા ખેડૂતનો રસ્તો રોક્યો. ખેડૂતના ટ્રેકટર આગળ આગળ ચાલી સિંહણ. સિંહણને કોઈ ખલેલ ન પહોંચે તેવા આશયથી ખેડૂતે ટ્રેકટર રોકી દઈ સિંહણને રસ્તો આપ્યો.સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં એશીયાઇ સિંહોનો વસવાટ છે. એમ યોગેશ ઉનડકટની એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments