fbpx
અમરેલી

સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.૪૮  લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ગતિશીલ ધારાસભ્ય  મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા સરકારમાંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. ૩૧ લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા ગ્રામ જનોની મહેસૂલી સુવિધાઓ સરળ રીતે મળી શકે તેવા શુભ આશયથી રૂ. ૧૭ લાખનાં રકમ સાથે મંજૂર કરાવેલ ગ્રામ સચિવાલય (ગ્રામ પંચાયત) બિલ્ડીંગનુ પણ લોકાર્પણ કર્યુ હતું

આ લોકાર્પણમાં સરપંચ શ્રીમતી જયાબેન કાતરીયા, ઉપસરપંચ  દિલુભાઈ ખુમાણ, સાવરકુંડલા એ.ટી.વી.ટી સદસ્ય અને ગામનાં માજી સરપંચ શ્રી દિનેશભાઈ કાતરીયા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, સા.કું સરપંચ એસોશિયેશન અધ્યક્ષ  હિતેશભાઈ ખાત્રાણી, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનભાઈ માલાણી, હરેશભાઈ ભૂવા વિજપડી તથા ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઊપસ્થિત રહ્યા હતાં અને અંતમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના પ્રવચનમાં આવનારા સમયમાં ઘાંડલા ગામને હજુ આનાથી વિશેષ રૂડું અને રળિયામણું બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમ “અટલધારા” કાર્યાલય ઇન્ચાર્જ શ્રી જે.પી. હિરપરાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts