હરિદ્વાર મુકામે શ્રીમદ્ ભાગવત્ કથાના આયોજક શ્રી જનકભાઈ ઉપાધ્યાયના ભાવભર્યા આમંત્રણના અનુસંધાને સાવરકુંડલાના શ્રી જયંતીભાઈ વાટલીયા, શ્રી અષ્ટકાન્તભાઇ સુચક તથા મહેન્દ્રભાઈ કુકડીયા તમામ સજોડે જઇ રહ્યા છે ત્યારે તેમને કથામૃત પાન તથા તિર્થધામોની યાત્રા સુખરુપ પાર પડે તેવા શૂભાષિશ સાથે વિદાય આપતાં શ્રી મુકુંદભાઈ તથા-રેખાબેન નાગ્રેચા,શ્રી કનુભાઈ તથા મંગળાબેન ગેડીયા દ્રષ્ટીગોચર થાય છે.વરસો વરસ જનકભાઈ ઉપાધ્યાય આવા રુડા કાર્યો કરતાં રહે અને સાવરકુંડલાના સૌ ધર્મપ્રેમી ભાઇઓ આવા ઉત્સવોનો લાભ લ્યે એવી અપેક્ષા સાથે.
સાવરકુંડલાના જનકભાઈ ઉપાધ્યાય દ્વારા હરિદ્વાર મુકામે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના અમૃતપાન કરવાં માટે સાવરકુંડલા શહેરના પ્રતિષ્ઠિત ધર્મપ્રેમી સદસ્યોને લાભ પ્રાપ્ત થયો

Recent Comments