અમરેલી

સાવરકુંડલાના જુના સાવર કન્‍યાશાળા ખાતે શિક્ષક દ્વારા સ્‍વેટર વિતરણ

સાવરકુંડલા તાલુકાની જુના સાવર કન્‍યા શાળા ખાતે શાળાનાં શિક્ષક બિરજુભાઈ એચ. હુદાણી અને એમના પરિવાર ઘ્‍વારા શાળામાં અભ્‍યાસ કરતી તમામ બાળાઓ કે જેઓ એકદમ ગરીબ અને સામાન્‍ય પરિવારમાંથી આવે છે. આ બાળાઓને સ્‍વેટર વગરઠંડીમાં શાળાએ આવતા જોઈ શાળાના શિક્ષકને બાળાઓ પ્રત્‍યે કરૂણા ઉપજતા એમણે શાળાની તમામ બાળાઓને સ્‍વેટર વિતરણ કરવાનો સંકલ્‍પ કર્યો અને શાળાની તમામ દીકરીઓને સ્‍વેટર આપવામાં આવ્‍યા.

આ તકે શાળાના આચાર્ય વિપુલભાઈ દુધાત, શિક્ષકો પ્રવિણભાઈ સુદાણી, કંચનબેન, હેતલબેન, દિપ્‍તીબેન અને શાળાના વાલી મંડળ અને ગામના ચરપંચ કલ્‍પેશભાઈ કાનાણી ઘ્‍વારા શિક્ષકનાં માનવતાભર્યા કાર્ય કરવા બદલ અભિનંદન આપવામાં આવ્‍યા.

Related Posts