સાવરકુંડલાના ઠવી ગામે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે શાળા અને આંગણવાડીના બાળકોને વાજતે ગાજતે પ્રવેશ અપાયો
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે અશોકભાઈ ખુમાણના દરબારગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને વાજતે ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ – 2023 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકો ઢોલ સાથે વાજતે ગાજતે પ્રવેશ અપાયો હતો. વિદ્યાર્થીઓને કંકુ અને ચોખાનો ચાંદલો કરી આંગણવાડી તથા શાળામાં સ્વાગત કરી પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળગીતો, નાટકો વગેરે કાર્યક્રમ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ માં બાળકોને રમકડાં, પુસ્તકો, શૈક્ષણિક કિટો વગેરે ઈનામો ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ઠવી ગામના અગ્રણી અશોકભાઈ ખુમાણ તથા સુરેશભાઈ ધાધલ-કાતરના હસ્તે આપવામાં આવ્યા હતા. આ તકે મોટા ભમોદરા પૂર્વ સરપંચ ધર્મેન્દ્રભાઈ ખુમાણ, તાલુકા પંચાયતના સભ્ય જસુભાઈ ખુમાણ, વિકુગીરી ગોસ્વામી સહિતના મહાનુભાવો તથા અગ્રણીઓ, ગ્રામજનો, બાળકોના વાલીઓ અને શિક્ષકો, આંગણવાડી હેલ્પર, વર્કર સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments