અમરેલી

સાવરકુંડલાના નાકરાણી પરિવાર દ્વારા ખોડલધામ – કાગવડ ખાતે ધ્વજારોહણ કરાયું.

સાવરકુંડલાના નાકરાણી પરિવાર દ્વારા કાગવડ ખાતે આવેલા માં ખોડીયાર ના દિવ્ય મંદિરમાં મસ્તક ઝુકાવી ધ્વજારોહણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે સંકલ્પ પુર્ણ કરવા માટે તારીખ
૨૮/૧૦/૨૩, શનિવારના રોજ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ  ગોવિંદભાઈ નાકરાણી તથા પરિવાર દ્વારા ૫૦૧ ભક્તો સાથે સંઘ સાવરકુંડલા થી પ્રસ્થાન થઈ કાગવડ ખાતે ખોડલધામ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં સવારે ૧૦ઃ૦૦ કલાકે ધ્વજાજી નું પૂજન, ૧૦ઃ૩૦ કલાકે ધ્વજાજીના સામૈયા અને ૧૨ઃ૦૦ કલાકે નાકરાણી પરિવાર દ્વારા ખોડીયાર માતા મંદિરે  ભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ તમામ ભાવિક-ભક્તોને મહાપ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts