સાવરકુંડલાના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મળી મુક્તિ
સાવરકુંડલા ની જનતાના શિરદર્દ સમાન વર્ષો જૂના ટ્રાફિકના પ્રશ્નનો નિકાલ કરવા માટે બાયપાસ પ્રશ્ન નો ઉકેલ લાવવા માટે ના અમરેલી સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના પ્રયત્નો સફળ થયા. તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ બપોરે ૩:૩૦ કલાકે બાયપાસ રોડનું વિધિવત લોકાર્પણ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ (માન. કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી મત્સ્ય ઉદ્યોગ, પાલન અને ડેરી ભારત સરકાર) ના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમા શ્રી કૌશિકભાઈ વેકરીયા (નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત રાજ્ય વિધાનસભા), શ્રી નારણભાઈ કાછડીયા (સાંસદશ્રી, અમરેલી), શ્રી મહેશભાઈ કસવાલા (ધારાસભ્ય શ્રી સાવરકુંડલા લીલીયા), શ્રી હીરાભાઈ સોલંકી (ધારાસભ્ય શ્રી રાજુલા જાફરાબાદ) તથા શ્રીમતી રેખાબેન જે. મોવલીયા (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અમરેલી) તથા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ બાયપાસ શરૂ થવાને લીધે સાવરકુંડલા માંથી પસાર થતા ભારેખમ મોટા વાહનો હવે સિટીમાંથી પસાર થવાને બદલે બાયપાસ રોડ પરથી પસાર થશે જેના લીધે સાવરકુંડલા નદી બજાર વિસ્તારમાં થતા ટ્રાફિક સમસ્યાઓ થી સાવરકુંડલા ની જનતાને મુક્તિ મળશે.
માનનીય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા આ બાયપાસ ને ભાજપ સરકારની વિકાસયાત્રા નો ભાગ ગણાવેલ હતી અને આગામી સમયમાં થનારા કામોની ચર્ચા કરેલ. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ભવિષ્યમાં સાવરકુંડલા નાવલી નદી ને વિકસિત કરી તેના ઉપર રૂપિયા ૨૫ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી તે વિશે જાણકારી આપેલ હતી. સાથો સાથ સાવરકુંડલા શહેર અને તાલુકાના વિકાસ માટે આગામી સમયમાં અનેક કાર્યો કરવામાં આવશે તેવું પણ જણાવેલ હતું.
Recent Comments