સાવરકુંડલાના પારેવા ઘર નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સુપ્રસિદ્ધ વક્તા પરમ પૂજ્ય નિર્લેપ સ્વામીના સ્વ મુખે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં આજે સાવરકુંડલા માનવ મંદિર ના પૂ.ભક્તિબાપુ એ પધરામણી કરી હતી જ્યા પૂજ્ય ભક્તિ બાપુ એ વક્તા નિર્લેપ સ્વામી નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જ્યારે વક્તા પૂ. નિર્લેપ સ્વામીએ પણ ભક્તિ બાપુને હાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું આ ઉપરાંત આજે કથામાં સાવરકુંડલા લાયન્સ ક્લબના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા અને કમલેશભાઈ શેલાર તેમજ દિપક ભાઈ બોઘરા ઉપરાંત સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના ટ્રસ્ટી ભરતભાઇ જોશી અને ડોક્ટર મગનભાઈ પાંડવ કથામાં ઉપસ્થિત હતા સાવરકુંડલા નું સેવામાં જેનું નામ છે એવા અમરેલી જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ સુરેશ ભાઈ પાનસુરીયા ની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી સાવરકુંડલા ના વતની અને સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઈ જયાણી પણ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે આ તમામ ઉપસ્થિત તમામ મહેમાનોનું વ્યાસપીઠેથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના ટ્રસ્ટી ભરતભાઈ જોશીએ શ્રોતાઓને બે શબ્દો દ્વારા સંબોધન કર્યું હતું અને માનવ મંદિર ના સંત ભક્તિ બાપુએ પણ આ પ્રસંગે કેટલી પ્રાસંગીક વાતો દ્વારા માનવ મંદિર અને કથા વિશે ની વાત કરી હતી સમગ્ર કથા પ્રસંગ કાર્યક્રમમાં નિવૃત આર્મી મેન અતુલ ભાઈ જાની અને અન્ય સેવકો દ્વારા કથા સમય દરમિયાન પાયાની સેવા કરવામાં આવી રહી છે કથાના વક્તા પૂ. નિર્લેપ સ્વામીએ ભાગવત પ્રસંગને પોતાની અલોકિક વાણી દ્વારા રજુ કરતા સાથે સાથે સાવરકુંડલા ની અને અમરેલી જિલ્લાની રાજસ્વી વ્યક્તિઓને પણ યાદ કરી હતી ઉપરાંત સાવરકુંડલાના અનેક સમાજ સેવકો લોકસેવકો અને સેવાથી ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની સેવાને બિરદાવી હતી..
સાવરકુંડલાના પારેવા ઘર નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સુપ્રસિદ્ધ વક્તા પૂજ્ય નિર્લેપ સ્વામીના સ્વ મુખે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં સાવરકુંડલા માનવ મંદિર ના પૂ.ભક્તિબાપુ ની પધરામણી

Recent Comments