સાવરકુંડલાના પીઢ અને સો ટકા પ્રામાણિક અને પત્રકારત્વના તમામ માપદંડોને જેમણે સુપેરે નિભાવ્યા હતાં એવાં સાવરકુંડલા નિવાસી સ્વ. નંદલાલભાઈ પાંધીની પૌત્રી, અ. સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ પાંધી સુપુત્રી તથા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ભત્રીજી ડો. અમી પાંધીના શુભ લગ્ન તારીખ ૨૬-૨-૨૪ ને ભગવાન ભોળાનાથના વાર સોમવારે અહીં સાવરકુંડલાના લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ નિવાસી અ.સૌ. જાગૃતિબેન તથા સુરેન્દ્રભાઈ માનસેતાના સુપુત્ર ચિ. ચિંતન (સોફ્ટવેર એન્જિનિયર) સાથે ખૂબ ધામધૂમથી યોજાયા.પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતીને આશીર્વાદ આપવા માટે શહેરના સંતો મહંતો, પત્રકારો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ.
સાવરકુંડલાના પીઢ અને સો ટકા પ્રામાણિક અને પત્રકારત્વના તમામ માપદંડોને જેમણે સુપેરે નિભાવ્યા હતાં એવાં સ્વ. નંદલાલભાઈ પાંધીની પૌત્રી, અ. સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ પાંધી સુપુત્રી તથા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ભત્રીજી ડો. અમી પાંધીના શુભ લગ્ન તારીખ ૨૬-૨-૨૪ ને ભગવાન ભોળાનાથના વાર સોમવારે અહીં સાવરકુંડલાના લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ નિવાસી વેપારી જગતના પ્રતિષ્ઠિત રઘુવંશી અગ્રણી સુરેન્દ્રભાઈ માનસેતાના સુપુત્ર ચિ. ચિંતન (સોફ્ટવેર એન્જિનિયર) સાથે લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવાયા.. આમ ગણીએ તો લગ્ન એ જીવનના નવા યુગના નવરંગનો પ્રારંભ ગણાય.. આ લગ્નોત્સવની અનેરી તસ્વીરો જોવા મળતી હોય છે. એક તરફ કન્યા એક નાવિન્યપૂર્ણ સપનાઓ આંખમાં આંજીને જીવનના એક મનગમતાં સંસારના અનોખા પડાવની શરૂઆત કરવા જઈ રહી હોય છે. ત્યારે કન્યાના પરિવારમાં તેના માતા પિતાને પણ એક તરફ આનંદ હોય છે કે પોતાનું સંતાન આજથી એક જીવનની નવી ઘટમાળમાં જોડાઈ રહી છે. જો કે લગ્ન પ્રસંગ ઉકેલવો એ પણ એક પડકારરૂપ હોય છે. જાનને સાચવવી સગાસંબંધીઓને સાચવવા સામાજિક સંબંધોને પોષણ આપવું અને તમામ સંબંધોનું સંતુલન જાળવતાં જાળવતાં પોતાની સુપુત્રીને સુખરૂપ પતિ સ્વગૃહે વિદાય આપવી આ જીવનના પ્રસંગોની એક અનોખી ઘટમાળ છે.આમ ગણીએ તો લગ્ન એ એક જ પ્રસંગ એવો છે જેમાં સુખ, દુખ, હર્ષ, ઉલ્લાસ, ઉમળકો સહિતની વિવિધ મેઘનુષ્યના સાત રંગની સંમિશ્રિત લાગણીઓ અને સંવેદના જોડાયેલી હોય છે. આમ તો લગ્ન થતી દરેક લગ્નોત્સુક વ્યક્તિનાં જીવનમાં આ તમામ ઉમળકા સામેલ હોય છે એટલે સ્વાભાવિક રીતે આ પ્રસંગને જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ અને અણમોલ પ્રસંગ ગણી શકાય. આમ તો આ સિલસિલો સગાઈ વિધિથી શરૂ થાય છે અને લગ્ન વિધિ એ જીવનનો મધ્ય પડાવ ગણાય છે..
આમ સાવરકુંડલામાં આ લગ્નોત્સવની ઉજવણી તારીખ ૨૫ ના રોજ સાંજીના ગીત, મંડપ મૂહૂર્ત, દાંડિયા રાસથી લગ્નનો માહોલ વધુ દમદાર બનેલ. ખાસકરીને આજની ટ્રેડિશન મુજબ દાંડિયા રાસમાં તો લગ્ન પ્રસંગે આવેલ સગા-સંબંધી, મિત્રો, સહેલીઓ સમગ્ર પરિવાર સાથે મનમૂકીને નાચે છે. પ્રસ્તુત તસવીરમાં પણ તે લગ્ન પૂર્વેનો માહોલ જોઈ શકાય છે. અરે ભાઈ એક પત્રકારની સુપુત્રી તથા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની ભત્રીજીના લગ્ન હોય એટલે પછી પૂછવુ જ શું? બસ આંનદ મોજ અને મસ્તી સાથે લગ્ન પ્રસંગે આવેલા તમામના હૈયે હરખ સમાતો ન હતો. અરે ભાઈ સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીની દોહિત્રી જૈનીબેન બનજારા તથા નાનકડી સવા વર્ષની પૌત્રી ધાર્વિબેન પણ આ દાંડિયા રાસમાં અદ્ભુત કલા કોશલ્ય સાથે રાસ લેતી જોવા મળેલ. તો કાકા મુકેશભાઈ પાંધી એ કલાને કચકડે મઢતાં જોવા મળેલ. ડો. અમી સાથે પિતાશ્રી દિપકભાઇ, માતુશ્રી અરૂણાબેન, કાકા જયેશભાઈ, શૈલૈશભાઈ ફૈબા સોનિયાબેન, રૂપાબેન આરતીબેન પણ મનમૂકીને આ પ્રસંગે રાસ લેતાં જોવા મળેલ. તો લગ્ન પ્રસંગને લગ્ન મંડપમાં યજ્ઞવેદિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડતાં સપ્તપદીની ફેરા ફરતા એ દ્રશ્યો પણ જીવનને એક અનોખી ઉર્જા પ્રદાન કરતાં હોય છે. અને હા, લગ્ન પ્રસંગે ઉપસ્થિત તમામને મિષ્ટ ભોજન કરાવતાં આ મિત્રોને કેમ ભૂલાય? મહેમાનોની સરભરામાં જરાપણ કચાશ ન રહી જાય તે માટે પણ પરિવાર અને મિત્રો સતત કાળજી લેતાં જોવા મળેલ. અને લગ્ન વિધિ સંપન્ન મિઠા મોં કરીને જ થાય.. અને હા છેલ્લે કન્યા વિદાયના પ્રસંગે એક અનોખું વાતાવરણ જ હોય છે. એક અનોખું હ્રદયસ્પર્શી દ્રશ્ય. લગભગ કન્યા પક્ષે પોતાના કાળજાના કટકાને વળાવતી વેળાએ સૌથી વધુ બાપનું હ્દય હર્ષ અને પોતાની દિકરી શ્ર્વસૂર ગૃહે વિદાય થતાં એક અજબ ખાલીપાની લાગણી અનુભવતું હોય છે જે એક બાપ સિવાય કોઈ ન જાણી શકે. એ વિદાયની વળાએ પૈડું સિંચી અને કાર રવાના થાય ત્યારે બાપને મન તો પોતાનું હ્રદય જ શરીરથી છૂટું પડી રહ્યુ હોય તેવો અહેસાસ થાય છે.. આમ લગ્ન પ્રસંગ એટલે કાનૂડાના મુકૂટમાં એક મોરપીંછ ઉમેરવાનો રૂડો પ્રસંગ.
Recent Comments