fbpx
અમરેલી

સાવરકુંડલાના બે કાર્યનિષ્ઠ તબીબોના સ્મરણાર્થે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો.

સાવરકુંડલાના જુના બસસ્ટેન્ડ ખાતે આવેલ ઓમકાર હોસ્પિટલ તેમજ ડો. પારધીની ઓમ હોસ્પિટલ ખાતે સોલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા શહેર અને તાલુકામાં મેડિકલ અને દર્દીઓની સેવામાં હંમેશા હાજર રહેતા સ્વ.ડો.યુ.એસ.ગોસાઈ અને ડો. આર.ડી. પારઘીના સ્મરણાર્થે તેમના પુત્રો ડો. સાજન ગોસાઈ અને ડો. મયુર પારપી દ્વારા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૫૦ કરતા વધુ દર્દીઓની નિઃશુલ્ક સારવાર, નિદાન તપાસ અને દવાઓ આપવામાં આવી હતી.

આ નિઃશુલ્ક કેમ્પમાં ફૂલ ટાઈમ ફીઝીરશ્યન ડો. ભૌમિક શાહ જેઓ શ્વાસના રોગો, અસ્થમા, દમ, ટીબી, પોઈઝન તથા મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરની સારવાર આઈસીયુની સારવાર તેમજ ઈન્ફેક્શિયસ (ચેપી) રોગો મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ન્યુમોનીયા, એચઆઈવી લોહીના રોગો, પેટના રોગો સારવાર આપી હતી. તેમજ કુલ ટાઈમ ઓર્થોપેડીક સર્જન ડૉ. મિસમ ઉનીયા એમ.એસ. ઓર્થો, જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ઓર્થોસ્કોપીક સર્જન, કરોડરજ્જુ, મણકા, ગાદી કે નસની તકલીફ માટેના ઓપરેશન, ઘુંટણ તથા થાપાના સાંધા બદલાવવાના ઓપરેશન, દુરબીનથી થતા ઘુંટણના સ્નાયુ કે ગાદીના ઓપરેશન, દુરબીનથી થતા ખભાના સ્નાયુના ઓપરેશન, હાડકાના ફ્રેકચર કે અકસ્માત, ઈજાના ઓપરેશન અને તપાસ કરી હતી.

ઉપરાંત કુલ ટાઈમ લેપ્રોસ્કોપીક સર્જન ડો. શાંતિ વાળા એમ.બી.બી.એસ. એમ.એસ.જનરલ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા પિતાશયની પથરી, લીવરમાં રસી થવી, તમામ પ્રકારની સારણગાંઠ, આંતરડા મૉટી જવા, આંતરડા બ્લોક થવા, પાચનમાર્ગમાં કાણું પડવું, એપેન્ડીક્ષ (દુરબીનથી) ભગંદર, હરસ, મસાની ચકાસણી, આંતરડાને લગતી તકલીફોની તપાસ અને સેવા આપી હતી. આ કેમ્પમાં દર્દીઓ અને તેમની સાથે આવેલા લોકો માટે મેડિકલ ઓફિસર ડો. મયુર પારઘી તેમજ ડો. સાજન ગૉસાઈ દ્વારા ચા, કોફી તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts