સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને વાવાઝોડામાં ડુંગળીના પાકને થયેલ નુકશાનની સહાય આપવા અંગે જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, કે વાવાઝોડામાં સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને ડુંગળીના પાકમાં ભારે નુકશાન થયેલ છે. તેના સંદર્ભમાં આ વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના પાકની નુકશાનીનાં ફોર્મ ભરેલ છે. તેઓને આજદિન સુધી સહાયની રકમ મળેલ નથી તો બીજી બાજુ જિલ્લાના રાજુલા તાલુકાનાં ખેડૂતોને ડુંગળીના પાકની નુકશાનીની સહાય ચુકવવામાં આવેલ છે. તો સાવરકુંડલા તાલુકામાં ડુંગળી પકવતા ખેડૂતોને સહાય કેમ નહિ? જે અન્યાય છે. આ બાબતે સાવરકુંડલા તાલુકાનાં ખેડૂતોને ડુંગળીનાં પાકની નુકશાનીનું વળતર ચુકવવામાં આવે તેવી રજૂઆત સાથે માંગણી કરેલ છે.
સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને નુકશાનની સહાય આપવા અંગે જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી.

Recent Comments