સાવરકુંડલાના મનોરોગી આશ્રમમાં પુલવામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી
સાવરકુંડલાના મનોરોગી આશ્રમમાં પુલવામાં શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.સાવરકુંડલા માનવ મંદિર ખાતે શહીદોની તસ્વીર ને પુષ્પમાળાઓ ચડાવી કેન્ડલલાઈટ સાથે માનુ મંદિર મનોરોગી આશ્રમના પૂજ્ય ભક્તિ બાપુ આ તબક્કે શાબ્દિક શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને ઉપસ્થિત નાગરિક બેંક ચેરમેન પ્રવીણભાઇ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ મોહનભાઇ વેકરીયા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા ડી કે પટેલ નિવૃત આર્મીમેન અતુલ જાની જાફરાબાદ નિવૃત્ત ટી ડી ઓ કમલેશભાઈ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ જયસુખ ભાઈ નાકરાણી સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ મહામંત્રી વિજય સિંહ વાઘેલા ઉપરાંત શહેરના અગ્રગણ્ય મહિલા ગ્રુપ દ્વારા આ શ્રદ્ધાંજલિ અપાઈ હતી શહેરમાં એક બાજુ વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ ને સંપૂર્ણપણે અનુસરનાર સાવરકુંડલા માનવ મંદિર મનોરોગી આશ્રમમાં ભક્તિ બાપુએ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
Recent Comments