સાવરકુંડલાના મનોરોગી આશ્રમ માં મુંબઈના મહેતા પરિવાર નું યોગદાન.. સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા મનોરોગી નો આશ્રમ માનવ મંદિર આવેલું છે આજે મુંબઈ સ્થિત સાયન ખાતે રહેતા પ્રવીણચંદ્ર ગીરધરલાલ મહેતાએ તેમના સાળા અનિલ કુમાર દોશી અને સાવરકુંડલા સ્થિત તેમના મિત્ર પ્રમોદ ભાઈ સંઘવી સાથે માનવ આશ્રમ ની મુલાકાત લીધી હતી અહીંયા નિરાધાર રખડતી ભટકતી મહિલાઓને વિનામૂલ્યે ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર અપાઈ રહી છે અહીંયા મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી અને આ મનોરોગી બહેનોને આપવામાં આવતા ભોજન દવા તેમજ અહીંથી અત્યાર સુધીમાં 98 મનોરોગી બહેનો સાજી થઈ ને સમાજમાં પરત ફરી છે એ બધી જ માહિતી પૂ.ભક્તિબાપુ પાસેથી જાણકારી પણ મેળવી માનવ મંદિરની અદભુત સેવાથી પ્રભાવિત થઈ પ્રવીણચંદ્ર મહેતાએ આ બહેનોને આપવામાં આવતી દવાના ખર્ચ પેટે રૂપિયા 11000 નુ દાન આપી એક સામાજિક સેવાને ઉદાહરણીય કાર્ય તેમજ અનુકરણીય કાર્ય કર્યું છે.
સાવરકુંડલાના મનોરોગી આશ્રમ માં મુંબઈના મહેતા પરિવાર નું યોગદાન

















Recent Comments