સાવરકુંડલા શહેરમાં ગતરોજ અહીં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે વિશ્ર્વ વંદનીય સંત પૂ મોરારીબાપુએ માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુ સાથે મિઠી ગોષ્ઠી કરી..લગભગ બપોરના પોણા બે વાગ્યા આસપાસ અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે પૂ. મોરારિબાપુએ હેલીકોપ્ટરમાંથી ઉતરાણ કરી પૂ. ભક્તિરામ બાપુના આતિથ્યને માણવા માનવમંદિર આશ્રમ ખાતે હંકારી ગયા. લગભગ એક કલાકનો સમય આ આશ્રમની પ્રવૃત્તિઓ તથા પૂ. ભક્તિરામ બાપુ સાથે સ્નેહભીનો સંવાદ કરીને આશ્રમની પ્રવૃત્તિઓ અને પૂ. ભક્તિરામ બાપુનો અહી આશ્રય લેતી મનોરોગી બહેનોની સાર સંભાળ અને પૂ. ભક્તિરામ બાપુનો એ તમામ બહેનો પ્રત્યે પિતા તુલ્ય અને માતૃ તુલ્ય વાત્સલ્ય ભાવની નોંધ લીધી હતી તથા આશ્રમની મુલાકાત અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીને પણ પૂ. મોરારી બાપુના આશીર્વાદ મેળવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું આ પ્રસંગે પૂ. મોરારિબાપુએ ભક્તિરામ બાપુ સાથે થોડી પારિવારિક વાતો પણ કરી હતી. આમ સંત સાથે સંતમિલનનું એક અદ્ભૂત નયનરમ્ય દ્રશ્ય સર્જાયું.
સાવરકુંડલાના માનવમંદિર ખાતે વિશ્ર્વ વંદનીય સંત પૂ. મોરારિબાપુએ પૂ. ભક્તિરામ બાપુ સાથે ભોજન પ્રસાદ સાથે થોડી વિશ્રામની હળવાશભરી પળો વિતાવી

Recent Comments